વ્યક્તિનું સાચું વ્યક્તિત્વ તેના વર્તનમાં નથી હોતું .સાચી ઓળખ તો થોડો સમય સાથે વિતાવો ત્યારે પરખાય છે. કારણ કોઈ વ્યક્તિ આંચળો ઓઢીને વધારે રહી શક્તો નથી . થોડો સમય સાથે રહેવાથી એની રોજિંદી પ્રવ્રૂત્તિ થી એની મૂળ પ્રક્રૂતિ પરખાય છે .અને એ જ તે ની સાચી ઓળખ છે. એટલે કોઈને ઝ્ડપથી સારા કે ખરાબ માની લેવાની ભૂલ ન કરશો. એ કરતાં સ્વીકારી લેજો કે દરેકમાં કંઇ ને કંઈ સારું કે ખરાબ હોય જ . તો દ્દરેક વ્યક્તિ માટે સમાધાન રહેશે. કોઈને માટે ના આપણાં અભિપ્રાયો આપણને હેરાન કરે છે. સામો વ્યક્તિ હેરન કરતો નથી.
———————————
વ્યક્તિ ના વ્યક્તિત્વ ને પારખવાનો સરળ અને સચોટ
રસ્તો આપે દર્શાવ્યો છે. તે સરાહનીય છે.
ખુબ સરસ. અભિનદન.