કોઈ પણ વ્યક્તિ બીજાની વાતો થકી તમારા કાન ભંભેરે તો તમે સાંભળશો નહી .
કારણ જે તે વ્યક્તિ માટેની તેની માન્યતાથી એ અંજાયેલો હોય છે અને તેના થકી એ તમારામાં ઝેરના બીજ વાવે છે. તેની એ માન્યતાના ભોગ તમે શામાટે બનો ?
તમારી પાસે સમજની મોટી ચાવી છે . બુધ્ધિ શક્તિનો ભંડાર છે .તો શામાટે તેની માન્યતાને સચોટ માની કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ કરવો . બીજાની ટોળીમાં જલ્દી બેસી જવાં કરતાં તમારી રીતે ચકાશણી કરો. મોટે ભાગે આપણે બીજાની દોરવણી પર નિર્ભર હોઈએ છીએ .
માટે તમારી આજુબાજુ રહેતા સગા સંબંધીથી માંડી દોસ્તોની વાતો માં ન આવી જશો. તમારી વાણી કે તમારું વર્તન તામારી સમજને આધારિત હશે તો ઘણાં ક્લેશ ઓછા થઈ જશે એ ચોકકશ છે. માટે કોઈની માન્યતાને વળગી ન રહેતા તમારી સમજ નો ઉપયોગ કરશો .
વાચક મિત્રોના પ્રતિભાવો