Shabda-tahuko

મારા શબ્દોનો મીઠો ટહુકો

ગુજરાતીઓ સમજ્દાર છે નવેમ્બર 3, 2016

Filed under: Uncategorized — shabdatahuko @ 3:03 પી એમ(pm)

દેશની આજની રાજ્નિતિએ બરાબર હોળીનો રંગ પક્ડ્યોં છે. ટીવી નાસમાચાર જોવા એ ગુનો થઈ પડશે , ધડાધડ દેશભક્તો સેક્ન્ડે સેકન્ડે  ફૂટી નીકળે છે. દિલ્હીને જોતાતો લાગે કે લગભગ દેશના સપૂતો વિરોધ પક્ષે જ બેઠા છે. દેશભક્તિ એમના શબ્દે શબ્દે ટ્પકી રહી છે. કારણ એમના જેવા સપૂતો વિના દેશ અધૂરો છ અહો હો દિલ્હીના એ નેતાઓ સતત દેશની ચિંતા માં અડધા થઈ જાય છે .એટ્લેજે વારતહેવારે એક વિદેશની લટાર મારે છે અને એક ઈલાજ કરાવવા ઉપડે .આ બંને ને ભાગેડું કહેવા કે દેશભકત .સમજવું મુશ્કેલ છે. મિત્રો .  આજે દિલની વાત કહેવી છે. ગુજરાતી છું એટલે ન કહું તો ફરજ ચૂક્યાં કહેવાય..મિત્રો બાપુએ જે આઝાદી અપાવી હતી એ વખતે ઘણાં હાજર હશે ,અને મોટા ભાગના લોકએ માત્ર ઇતિહાસ સાંભળ્યોં હશે. પરન્તું એ દાંડીકૂચ કે જલિયાવાલા બાગ કે બીજી અનેક ઘટનાઓ સાંભળતાં વાંચતા ગર્વ અનુભવતાં .એ આઝાદી પછી એટ્લો મોટો સમય ગયો કે લોકો બધું વિસરતા ગયા. દેશપ્રેમની લલક જાણે અદ્ર્શ્ય થઈ ગઈ.પરન્તું છેલ્લા બે વર્ષથી એ ઝંખના આળસ મરડીને બેઠી થઈ છે .દેશ પ્રગતિ કર્તો દેખાય છે. ગુજરાત રાજ્યના વિકાસની દેશે નોંધ લીધી. બાપુ અને સરદારે રોપેલા બીજને પ્રધાન્મંત્રીએ જાગ્રત કર્યા છે.
વિતેલા દિવસોમાં ગુજરાત ઉપર બહારના લોકો નઝર માંડી રહ્યાં છે. હું જાણૂં છું ગુજરાતીઓ સમજ્દાર છે. આ દિલ્હીની જનતા નથી કે પાણીની લાલચમાં ગુજરાતનો મોલ કરે. માટે મારા ભાઇ બહેનો સમજદારી રાખજો. તમારી સમજ્દારીનો ઉપયોગ કરજો .આપણું ગુજરાત છે. વિચારજો મિત્રો

શબ્દ ટહૂકો કરું તો મિત્રો “કાચા કાનના ના થશો ”
નૂતનવર્ષની શુભકામના પણ ઝિલજો

 

Advertisements
 

રાજનિતિ નું દંગલ ફેબ્રુવારી 10, 2015

Filed under: Uncategorized — shabdatahuko @ 12:16 પી એમ(pm)

૧)

હરિયાણા ,ઉત્તરાખંડ ઉ્ત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશથી લોકો દિલ્હી સીફ્ટ થઈ રહ્યાં છે. કેજરીવાલ આવતી કાલે પાણિ અને બિજલી ફ્રી કરે છે.

પંજાબ અને બિહાર અને જ્મ્મુ કશ્મિરના લોકો દિલ્હી સિફ્ટ થવાનું વિચારે છે પરન્તું બાટાકા ,ટમાટર ડુંગળી મફત મળે પછી વિચારશે
ઝારખંડ મેઘાલય  અને છત્તિસગઢ વાળા એક અઠાવાડિયા પછી સિફ્ટ થશે એ લોકો સરકારી સ્કુલખૂલે ને એડ્મિશન એક કલાક્માં મળી જાય તેની રાહમાં છે.મુંબઈ પણ સિફ્ટ થશે કારણ ઉધ્દ્વવભાઇ ૧૪ તારીખે દિલ્હી જસ્જે તો બધો બંદોબસ્ત કરીને આવશે.

ગુજરાતીઓ સિફ્ટ થવાના નથી .કેજરીવાલ મોદી પાસે ગુજરાતીઓના નામે ફાયદો લઇ શકે એવી હવા છે.

બંગાલીઓ જવાના નથી પણ કેજરીવાલે દિદિ ને આંમંત્રણઆપ્યું છે .દિદિ હું તમારાથી ખુશ છું તમે મોદીજી ને બધાઇ નથી આપીને મને કુદીને આપી.તામારે બધાએ સિફ્ટ થવાનું .લોકતંત્રમાં બધા જ સરખા.

બહારનાર દેશમાંથી ઘણાં સિફ્ટ થશે ,દુબઈ ઓમાન અને કુવેત બાહરીનથી લોકો દિલ્હીમાં સિફ્ટ થશે એ લોકોને એર ટિકીટ ફ્રી મળવાની વકી છે .કદાચ કેજરીવાલ દુબઈ ગયા ત્યારે કહીને ગયા હશે. અમેરિકાથી પણ લોકો સિફ્ટ થાવાની ઉતાવળમાં છે .ઓબામાના બયાન પછી લોકો દુઃખી છે.પાકિસ્તાનથી એક ટીમ દિલ્હી રિસર્ચ માટૅ આવવા માંગે છે કે ઇમરાનખાન ની પાર્ટી કેમ કેજરીવાલની જેમ કમાલ નથી કરી શક્તી.અરે ભાઈ ઇમરાનખાન ને કહૉ દરેક વસ્તું જનતાને પૂછે તો કામ થઈ જશે..જનતા જનાર્દન છે. .અમારા કેજરીવાલ જનતાને ઘેર ઘેર જઈને પૂછે છે .

મને લાગે છે ૧૪ ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં દિલ્હીના લોકો અને બહાર આખા દેશના સિફ્ટ થયેલા લોકો શપથ ગ્રહણ મા હશે.

વાહ કેજરીવાલજી આપે તો ખરેખર કમાલ કરી આખો દેશ તમારા દિલ્હીમાં.

હે !!! કેજરીવાલની આખોં પહોળી થઈ ગઈ નાનક્ડી ઉધરસ આવી.( ચુનાવના રિઝ્લ્ટ પછી એમને એકવાર આજે ઉધરસ આવી ન હતી.પરિણામ અકસીર દવા સાબિત થઈ)

“આજનો નાનક્ડો હસમૂખો ટહૂકો “

 

કચકડાં ના રમકડાં ક્યાં લઈ જશે ? નવેમ્બર 27, 2011

Filed under: Uncategorized — shabdatahuko @ 7:32 એ એમ (am)

વહેલી સવારથી તમારા પોતાના જીવનમાં ડોકિયું કરીશું તો સમજાશે સવાર કુદરતના સંગાથે શરૂ થઈ રહી છે કે પછી કચકડાંના રમકડાંથી ? માણસ ઊઠે તે પહેલાતો ફોનની ઘંટડી વાગે છે , ઘરની લાઈન હજી વાગતી હોય અને તમે જરા વાર આંખો ચોળો ત્યાં જ તમારા મોબાઈલની રીંગ વાગે .ક્યા ફોનને ઉપાડવો એ અસમંજસ તમારી ચાલતી હોય ત્યાં તમારા જ ઘરની કોઇ વ્યક્તિ તમારા પર બુમો પાડે ,”અરે ઉઠો ફોન તો લો ? અત્યારમાં બે બે ફોન વાગે છે ને તમે હજી ઉઠતાં નથી ” એમ કહી આવનાર ફોન પર તરાપ મારે  , સામેથી કોઇ ગમતી વ્યક્તિ કે પોતાના તરફેણની સાગાઈ વાળા હોય તો ફોન ઉપાડનાર શું પ્રેમથી વાતો કરશે કે તમે અચંબો પામશો કે ક્ષણ પહેલાના માતાજી માં આટલો બધો ફેરફાર. રવિવારની રજાની મજા તમે સરસ મજાની ઊંઘ ખેચી ને કાઢ્વા માંગતા હો અને ફોનની ઘંટડી તમને ચેન ન લેવાદે એવું બન્યા જ કરે. સામેની વ્યક્તિ લાંબા સમય સુધી વાતો કરે અને તમારે બંધ આખે સાંભ્ળ્યા વિના છૂટકો નથી. વાતો પણ કેવી શાકભાજી થી માડી ને તે થીયેટરમાં ઈન્ટર્વલમાં જે પોપકોર્ન હોય છે તે એટલા સારા નથી હોતા, મીનાબેનના બાબાને જે મ્યુજીક ક્લાસ માં મુક્યો છે ત્યાં પૈસા પડાવી લે છે ખાસ શીખવતા નથી નેટાઈમ પાસ કરે છે. બાજુવાળા આજે કેરાલા ફરવા ગયા, મેં તો કહ્યું એટલા પૈસામાં તો આજકાલ ફોરેન ટુર પર જવાય . ત્યાં સુધી કહે કે આ લોકોને કંઈ ખબર પડતી નથી , એટલેજ હું તો દરેક સાથે ફોન કરી ને માહિતિ લઈ લઊ. ”
હવે સુતેલો વ્યક્તિ જાણે કે આપણે ક્યાંય જવાય તેમ નથી છતા પોતા પાસે બધી માહિતિ હોવી જોઈએ. કેટલો સમય ફોન પર. પછી કામકાજ અવખતે એજ વાત આ લોકો એટલા બધા ફોન કરે છે કંઈ સમજતાં નથી . 

આતો ફોનના રમકડાંની વાત થઈ.બાળક કે વડીલો જે કમ્યુટર લેપટૉપ લઈને બેસે કે સમયનું કોઈ જ ભાન નરહે. શરીરનું પણ ધ્યાન નરહે. આજકાલના યંગ બાળકો સતત લેપટોપના સકંજામાં સપડાયેલ છે કે એ પોતાનો આનંદ તો ખોઈ રહ્યાં જ છે સાથે જીવન પણ ટૂકાવી રહ્યાં છે. જેટલો લગાવ એમને પોતાના કમ્પ્યુટર/લેપટોપ પર છે તેટલો પોતાના વ્યક્તિઓ સાથે કદાચ રહી શકતો નથી. આજકાલના કુમળા બાળકો ટીવી ઓપરેટ કરે લેપટોપ પણ અનુભવ વીના ચલાવે , પણ જમવાબેસે તો કોળિયા માબાપે મોઢામાં મૂકવા પડે, ૮થી૧૦ વર્ષના બાળકો જાતે નહાતા પણ નથી હોતા , અજવાળુ હોય છતાં ૧૦ મિનિટ એકલા રહેવાનું હોય તો એકલા ન રહી શકે. દુનિયા ભરની માહિતિ સ્પોર્ટસની રાખે પણ પાણીનો પ્યાલો લેતા એને દમ નીકળી જાય.

ટીવીના ધંધા એતો લોકોને સાવ જ આંધળા કરી મુક્યા, બાળક જાતે કપડાં પહેરવા શીખ્યો નથી ને પોતે લગ્ન કરશે ને કોની સાથે એપણ બોલે . હવે આ માનસ ક્યાં જઈને અટકે. કળિયુગ આવી રહ્યો છે એ શસ્ત્રોમાં કંઈ એમને એમ નથી કહ્યું આપણાં જ ઘરમાં જો શોધતા આવડે તો કળિયુગના ઓળા મળશે. આ હરણ ફાળથી કોઇ બાકાત નથી .
કેમેરાની કરામત આજે દરેકના હાથમાં ,જ્યાં દેખાય ત્યાં ફોટા પાડે ,અને પછી ડીવીડી બને . એક વખત ફોટા જોયા પછી ખરેખર આપણે કેટલી વખત જૉઈએ છીએ ? બધા વિચારજો. યુવાન બાળ્કો સતત આની પાછ્ળ લાગેલા હોય છે. મિત્રનો ફોન આવે કે દરિયા કિનારે ઉપડે સાથે કેમેરા હોય જ. જો માબાપ કોઇ ઘરનો સામાન મંગાવે તો ભાઇ કે બેન ના કહેતા જરાયે અચકાશે નહી. બહાના કાઢવા એમના માટે ખેલ . મૉમ/ડેડ કહીને પીગળાવતા વાર નહી .

આવાતો કંઈ કેટલાયે કચકડાંના રમકડાં નજીક ના ભવિષ્યમાં વધારે આવશે. વસ્તુ સમય પ્રમાણે આવશ્યક છે જ ,આજે કોઇ બેલગાડીમાં મુસાફરી નહી કરે રીક્ષા/ટેક્સી માં જશે એસ્વાભાવિક છે. પણ વસ્તુ આવકનું સાધન હોય એ પણ યોગ્ય કહી શકાય ,પણ આ પ્રકારે સતત રમકડાં માં ખોવાઇ ને જીવન ને મશીન બાનાવવું કેટલું યોગ્ય છે એ દરક વ્યક્તિએ સમજ્વું પડશે, ઘણાં લોકો સહમત નહી થાય પણ એટલું ચોક્ક્સ તપાસજોકે આપણે કેટલે અંશે આ રમકડાં ના ગુલામ છીએ,્ક્યાં ક્યાં આ નિર્જિવ વસ્તુથી હણાયેલા છીએ. વસ્તિની જરુરિયાત અને વસ્તુનો દુર ઉપયોગ આપણને સમજાય છે ખરો ? આપણામ જ બાળકોને આ રવાડે ચડાવનારા આપણે ક્યારે ક્યારે બાળકોના વ્યવહારથી દુઃખ અનુભવીએ છીએ.

વસ્તુનુ સમતોલન જો આપણે શીખવ્યુ હશે તો ક્યારેય મન દુઃખી નહી થાય  .પણ ચૂકી ગયાતો આ રમકડાં આપણી અંદર કેવી ચાવી ભરશે ખબર નથી. કુદરતથી વેગળા થઈ  જ રહ્યાં છીએ .બધુજ સમાપ્ત કરી શકે એવી આ કચકડાં માં તાકાત છે . અટકશો તો કંઈક રસ્તો મળશે લપેટાયા તો ગયા કમથી .

*************************************************************************************************************************************
મિત્રો કોઈને દુઃખ પહોચાડવાનો કોઈ આશય નથી. માત્ર જે બની રહ્યું છે તે સમજ  પહોચાડવાનો માત્ર પ્રયાશ છે. કંઈ કેટલીયે ઘટનાઓ આપણે સાંભળીયે છીએ ,સમાચાર પત્રોમાં વાંચીએ છીએ ,કલાકો આસપાસના લોકો સાથે ચર્ચા પણ કરી લઈએ છીએ , પણ નાનકડી ઘટના આપણાં જ ઘરની હોય તેનાથી આપણે અજાણ હોઈએ ,કારણ આપણી વાત આપણે સ્વીકારતા અચકાઇએ છીએ. નાની નાની બાબતો ને આપણામ ઘરમાં ઓબજર્વ કરીએ અને સમજીને સુધાર લાવી શકીએ તો જીવન પ્રફુલ્લીત થઈ ઉઠશે.

 

તમારી સમજ સપ્ટેમ્બર 15, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 5:18 એ એમ (am)

કોઈ પણ વ્યક્તિ બીજાની વાતો થકી તમારા કાન ભંભેરે તો તમે સાંભળશો નહી .

કારણ જે તે વ્યક્તિ માટેની તેની માન્યતાથી એ અંજાયેલો હોય છે અને તેના થકી એ તમારામાં ઝેરના બીજ વાવે છે. તેની એ માન્યતાના ભોગ તમે શામાટે બનો ?

તમારી પાસે સમજની મોટી ચાવી છે . બુધ્ધિ શક્તિનો ભંડાર છે .તો શામાટે તેની માન્યતાને સચોટ માની કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ કરવો .  બીજાની ટોળીમાં જલ્દી બેસી જવાં કરતાં તમારી રીતે ચકાશણી કરો. મોટે ભાગે આપણે બીજાની દોરવણી પર નિર્ભર હોઈએ છીએ .

માટે તમારી આજુબાજુ રહેતા સગા સંબંધીથી માંડી દોસ્તોની વાતો માં ન આવી જશો. તમારી વાણી કે તમારું  વર્તન તામારી સમજને આધારિત હશે તો ઘણાં ક્લેશ ઓછા થઈ જશે એ ચોકકશ છે. માટે કોઈની માન્યતાને વળગી ન રહેતા તમારી સમજ નો ઉપયોગ કરશો .

 

રકમ સાથે તાળો મેળવો સપ્ટેમ્બર 14, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 6:33 એ એમ (am)

દરેક વ્યક્તિ કંઈ ને કંઈ વિશેષતા લઈને જન્મે  છે.  અને એ  વિશેષતા  જ જીવનમાં આગળ લઈ જાય છે.  આપણે આપણી વિશેષતાથી તેનો તાળો બેસાડીયે છીએ પરિણામે આપણને તેની અંદર ખોટ ભાસે છે .  તેથી જ કદાચ આપણે આપણી મૂલવણી સાચી કરી શકતા નથી.  જો આપણે આપણને પારખી ન શકીયે તો બીજા ને કેવી રીતે મૂલવી શકવાના ? માટે દરેક વ્યક્તિ ની અંદર સારપ શોધશો તો તમારા પોતાની સારપ પરખાશે .  દરેકની અંદર સાચું શોધશો  તો તમારી સચ્ચાઈ જડશે.  આપણે હંમશા બીજાનો તાળો મેળવવામાં જીવન વ્યતિત્ત કરીએ છીએ . પોતાની જીંદગીનો તાળો મેળવાવાનું ચૂકી જઈએ છીએ . અંત સમયે તાળો મેલવવની કોષિષ કરી એ ત્યારે રકમ અદ્રશ્ય થઈ ગઈ હોય છે.  માટે આજે જ રકમ સાથે તાળો મેળવી લો .

 

સાચી ઓળખ સપ્ટેમ્બર 13, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 5:03 એ એમ (am)

વ્યક્તિનું સાચું વ્યક્તિત્વ તેના વર્તનમાં નથી હોતું .સાચી ઓળખ તો થોડો સમય સાથે વિતાવો ત્યારે પરખાય છે. કારણ કોઈ વ્યક્તિ આંચળો ઓઢીને વધારે રહી શક્તો નથી . થોડો સમય સાથે રહેવાથી એની રોજિંદી પ્રવ્રૂત્તિ થી એની મૂળ પ્રક્રૂતિ પરખાય છે .અને એ જ તે ની સાચી ઓળખ છે. એટલે કોઈને ઝ્ડપથી સારા કે ખરાબ માની લેવાની ભૂલ ન કરશો.  એ કરતાં સ્વીકારી લેજો કે દરેકમાં કંઇ ને કંઈ સારું કે ખરાબ  હોય જ .  તો દ્દરેક વ્યક્તિ માટે સમાધાન રહેશે.  કોઈને માટે ના આપણાં અભિપ્રાયો આપણને હેરાન કરે છે. સામો વ્યક્તિ હેરન કરતો નથી.

———————————

 

ડેડી ! મમ્મી ! આઇ લવ યુ !!!!!!!!! સપ્ટેમ્બર 5, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 3:04 પી એમ(pm)

જિંદગી માં જ્યારે અર્થોર્પાર્જન શરુ કરો ત્યારે ખાસ આયોજન કરશો.

તમારું આયોજન એવું હોય કે સરળતાથી બચત કરી શકો.

કરકસર સરખી કરશો તો તમે વધારની કમાણીનો અનુભવ કરશો. તમને શાંતિ રહેશે. ઘણાં  લોકો એવા પણ છે  જે કમાય છે તે ઉડાવી દે છે ,અને પછી પોતાના સગાસંબંધી ની ઈર્ષા કરે છે . ઊડાવ લોકો ને કરકસર કેમ કરવી તે ક્યારેય આવડતું નથી અને પછી બીજાને લોભીયા કહી વગોવે છે.

વર્ષો સુધી બચત કરો અને સંતોષ થઈ જાય ત્યારે આયોજન કરીને તમારી બચતને એવી રીતે વાપરો કે તમારી કમાણીની મજા તમે લઈ શકો.  નહી કે તમારા સંતાનો એ મજા લે. જાણી લેજો તમારી પરસેવાની કમાણી નો ઉપયોગ તમે જ કરજૉ  . નહીતો પાછલી ઉમંરમાં વાપરી  નહિ શકો અને છતે પૈસે હેરાન થશો એ નફામાં . તમારી બચતને એવે સમયે વાપરો જ્યારે તમારું સ્વાસ્થય બરાબર હોય. ઘડપણ સુધી ભેગું કર્યા કરશો તો વાપરશો ક્યારે ?  ક્યાંક વાપર્યા વિના મર્યા તો ?

વિચારજો તમારી કમાણી તમને કામ આવે નહી કે તામારા સંતાનોની જાહોજલાલી માટે.  તમે એમને ઘર આપશો કાર આપશો અને બેંક બેલેન્સ પણ આપશો . પછી એમને ક્યા ચીન્તા છે ? એમને મોજ મજા જ બાકી રહેશે .અને તેમની ફોરેન ટૂર જૉઈ તમે નિસાસા માત્ર નાખશો કે અમે તો ક્યાય ન ગયા.

માટે ચેતજો. સંતાનો ને પૂછો કે એ લોકો તમારા માટે ઘર , કાર અને બેન્ક બેલેન્સ આપી શકે ?

એ લોકો પાસે માત્ર બે શબ્દ છે

“” ડેડી મમ્મી આઇ લવ યુ “”

બસ આટ્લું જ .