Shabda-tahuko

મારા શબ્દોનો મીઠો ટહુકો

સવારનું સત્ય ફેબ્રુવારી 15, 2010

Filed under: મારો અનુભવ — shabdatahuko @ 10:19 એ એમ (am)

     આજે વહેલી સવારે ઊઠી જવાયુ. સાથે જ મનમાં  નક્કી કર્યુ કે ચાલો પાર્ક માં થોડું ફરી આવીએ. પરંતુ આ મન એવું કે સાથે આળસ પણ દેખાડે. તુરતજ વિચાર આવે કે આજે જરા ઊંઘ  ઓછી થઈ છે , થોડો આરામ કરતા કરતા ટી.વી જોઈએ તો સારૂ લાગે. સમાચાર પત્ર નિરાંતે વંચાશે . રાત્રે ઉજાગરો થયો છે તેથી ઘેન જેવુ પણ લાગે છે. વગેરે વગેરે બહાના હોય જ . 

      પાછુ બીજી બાજુ એવું પણ બતાડે કે રોજ નકકી કરીએ છીએ પણ જવાતું નથી. પણ આજે કશું સાંભળવું નથી .આજે જવુ જ છે. એટલે જે તરફ આપણો નિશ્ચય વધે તે તરફ જઈ શકાય એવું સમજાયું . જો ન જવાનો નિશ્ચય  કરીએ તો સાચેજ ન જઈશકાય અને જવુ છે એવો નિશ્ચય કરી એ તો ચોક્કસ જવાય જ .અને થયુ પણ એવુ , નજીકના પાર્કમાં જવાયું .ચાલવાનો આનંદ મળ્યો. તાજી ફ્રેશ હવા સાથે કુમળો તડકો ફ્રી મળ્યો. બંધ બારણે જે ચૂકી જવાય તે ખુલ્લા આકાશ નીચે પામી શકાયું. રંગબેરંગી પોષાક પહેરેલા લોકોને જોઈને હળવાશ તો લાગે પણ સાથે  આપણને રોજ આવવું છે તેમ મનને મજબૂત કરવાનો મોકો પણ મળે. વહેલી સવારે ઊઠીને આવવું એટલે હિંમત વાળુ કાર્ય છે. કારણ બધા આળસ ખંખેરીને આવેલા હોય છે.  એ લોકોને ખબર નથી હોતી પરંતુ આપણા જેવા એમને અનુસરનારા જાણે છે,કે એ લોકો નિશ્ચય વાળા છે.

જીવનને અહિતકારી સિરિયલો કે દુઃખી કરે એવા સમાચારો જોવા કરતા કુદરતની સાથે  થોડૉ સમય ગાળવામાં કેટલો ફાયદો થાય છે ,એ સમઝાયું. પાર્કમાં બે ચકકર માર્યા. ચાલતા ચાલતા આગળ ચાલી રહેલી વ્રૂધ્ધોની વાત તરફ લક્ષ ગયું .બંને ઉમર લાયક હતાં .હાથમાં લાકડી હતી. સ્વેટર થી પૂર્ણ પણે લપેટાયેલા હતાં.એક બોલ્યા

“આ જમણા સોલ્ડરનો દુખાવો બહુ જ રહે છે. લાકડી પકડવામાં તકલીફ થાય છે. કસરત કરવાનુ કહેલ છે.  હવે આ ઉંમરે કસરત.”

બીજા વ્રૂધ્ધ બોલ્યા” આ ઉંમર જ એવી છે ,પેલા રમણભાઈ ખરાને એમને બાયપાસ કરવી પડી .હું ગઈ કાલે ખબર કાઢી આવેલ”

પછી બંને મૌન ચાલતા હતા .ચૂપચાપ .મને ક્યાંય સુધી કંઈ જ ન સંભળાયુ.

પણ મને વિચાર આવ્યો .શું ઉંમર વધતા માણસ ખરેખર મૌન થઈ જતો હશે ? એ લોકો યુવાન હશે ત્યારે બિઝ્નેસની પોતાના છોકરાઓની સગાસબંધીઓ ની ફિલ્મની વાતો કર્યા કરતા હશે. વાતો કરતા થાકતા નહી હોય .પણ એક સમયે એમની વાતો ખૂટી જતી હશે કે એમને રસ નહી હોય ?અથવાતો અનુભવના તારણથી જીવનનુ  સત્ય  સમજાય જતું હશે. હવે એ તો ત્યારે જ સમજાય જ્યારે આપણે પોતે એ અનુભવી એ.  ચાલો થોડા વર્ષો રાહ જોઈશુ . સત્ય એ છે કે દરેક વ્યકિએ દરેક ઉંમર માથી પસાર થવાનુ જ છે. ત્યાં કોઈની લાગવગ નહી ચાલે.

    આનંદ એ થયો કે વહેલી સવારે સત્ય સાંપડિયું . સાથે રોજ ફરવા જવા માટે શરૂઆત પણ થઈ

—————————————————————————–

                     

Advertisements
 

નાની ઘટનાની મોટી શીખ !! ફેબ્રુવારી 14, 2010

Filed under: મારો અનુભવ — shabdatahuko @ 9:59 એ એમ (am)
Tags:
અમદાવાદ હવાઇ મથક ની આ નાની વાત કેટ્લું શિખવી જાય છે. હું દેશથી બહાર જવાની હતી. સામાન સાથે બૉર્ડિગ પાસ માટે હું લાઈન માં ઉભી રહેલ. લગભગ ૫ થી ૬ યાત્રી હતા. બાજુની લાઇન માં પણ એટલા યાત્રીઓની કતાર હતી. મેં જોયું તો પ્રથમ  યાત્રી બેગમાંથી સામન કાઢીને હેન્ડ બેગમાં ગોઠવી રહેલ.ત્યાર પછી એ સામાનને ફરી એમને સિક્યોરીટી ચેક કરવું પડે. ફરી એ ગયા ,ફરી વજન વધારે થયું .એમ કરતા કરતાં એક યાત્રિ પર લગભગ ૩૫ મિનિટ થઈ .હું ક્યાય સુ ધી ન બોલી ,પણ છેલ્લે ન રહેવાતા મે કહ્યું “” ભાઈ વારંવાર એમને સામાન કાઢવો પડે છે તો અમે ક્યાં સુધી ઉભા રહીશું ? વચ્ચે અમને પણ લો. એમની કરડાકી ભરેલી નઝ્રરથી હું ડરી ગઈ. મે કોઇ ગુનો કર્યો હોય એવૂ એમના હાવભાવથી લાગતું હતું.અમારી આજુબાજુ ની બે લાઇનો માં લગભગ ૬ થી ૭ યાત્રીનુ કામ પતી ગયેલુ અને અમારી લાઇન એમને એમજ હતી.અંતે ૩૫ થી ૪૦ મિનિટ પછી વારો આવ્યો . ધૂંધવાયેલા ઓફિસર ની સામે પાસપોર્ટ મૂક્યો. લગેજ મૂકતા માત્ર ૩૧+૧/૨ કીલો. માત્ર દોઢ કીલો વધારે.મારી હેન્ડ બેગમાં માત્ર ૩ કીલો જ હતૂ . ૭ કીલો લઈ જઇ શકાય. લગેજ્નું વજન કરનાર ભાઇ બોલ્યો કે બરાબર છે. પણ ઓફિસર ને વાન્ધો હતો કારણ મેં અગાઉ કમ્પલેઇન કરેલી .એ કહે દોઢ કિલો કાઢીલો અને ફરી સિક્યૂરિટી કરી આવો. વજન કરનાર ભાઇ બોલ્યો જવાદેને ,પણ પેલો ન માન્યો. મને ફ્રી સિક્યુરિટી કરવી પડી.
મને એ ન સમજાયું કે કંઇ કહેવા જવું એ ગુનો છે ? ઓફિસરનું આ  વર્તન યોગ્ય છે? મેં એમને જ્યારે કહ્યું કે અમને પણ વચ્ચે લો ત્યારે નમ્રતાથી જ કહેલુ. છતાં આપણને હેરાન થવું પડે તો ન બોલવું સારુ. આપણે જો કોમળ દિલના હોઇએ તો લાંબા સમય સુધી એ ઘટનાને ભુલી શકતા નથી .એટલે શીખ એ મળી હંમેશા ચૂપ રહો . જે બને તે જોયા કરો. જે વસ્તુ તમારા હાથમાં નથી ત્યાં શાંત થઇને પરિસ્થીતિ ને સમજો તો ખોટો ઉદ્વેગ નહી થાય. એ વ્યકતિ કોઇ વિટંબણામાં હોય ને વર્તન બગાડી બેસે એવું પણ બને.
શાંતિ રાખવાની શીખ અવશ્ય મળી. મૌન રહેવા જેવી ઉત્તમ શીખ બીજી ન હોય શકે એ અનુભવ્યુ ,ત્યારે આ શબ્દોએ ટહુકો કર્યો