Shabda-tahuko

મારા શબ્દોનો મીઠો ટહુકો

તમે કેટલું ગુમાવ્યું છે ? મે 12, 2010

ક્રિક્ર્ટ એટલે આપણાં દેશમાં મોટી જંગ. દેશવાસી આ રમત ને નામે ફના થઈ જવા તૈયાર. જો ક્રિકેટ અને બોલી વૂડ આપણાં દેશમાં ન હોય તો ખબર નથી લોકો શું કરતા હોત . હમણા આઇ.પી.એલ નો વ્યાપાર પત્યો.   હવે ૨૦/૨૦ નો વારો.    કેવડો મોટો બિઝનેસ.   મોટી મોટી કંપની ઓ ,ક્રિકેટ ક્લબ ,અને ખેલાડીઓ સરસ મજાની અનરાધાર કમાણી કરે.  લાખો નહી કરોડો અબજો માં કમાણી ખુલ્લે આમ ખબર પડે . એ કંઈ ખોટુ નથી . જે લોકોને આ અવસર મળે શામાટે ન લે.   ફિલ્મમાં કામ કરતા લોકો જે રીતે આવક કરે છે આપણે જાણીએ છીએ. ખેલાડી  ને પણ હક્ક છે.  આપણે નોકરી ધંધો કરી એ એ પ્રમાણે એ લોકો રમત રમે.

પણ તેથી આપણે શું કરી એ છીએ એતો ખબર હોવી જોઇએ . આપણે શું ગમાવીએ છીએ એ જાણતાં નથી  ચાલો જોઇએ કોણે શું ગુમાવ્યું

૧) આપણો કીમતી સમય.   આપણે ધારેલા દરેક કાર્યને આપણે પડતા મૂકીએ છીએ  કારણ મેચ જોવા માં ટાઈમ ફાળવેલો છે.

૨) આપણા  અમુક કામો જેવાકે બેંક ના , શેરબજાર ના બધાને પછી કરીશુ માની અને બાકી રાખીએ છીએ .  પરિણામે આપણે હસ્તે મોઢે ખોટ ખાઈ લઈએ છીએ. 

૩)  ઘરનાં કોઈ કામ માટે આપણે મળવા મુશ્કેલ થઈ જતા ,ઘરડાં માબાપ પત્ની કે બાળકોને તો સાવ ભૂલીને ધોનીમય બની જઈએ છીએ.

સમાચાર પત્રથી માંડીને ટેલિવિઝનના માત્ર આપણે જ માલીક તેથી આપણાં કારણે લગભગ બધી જ વ્યક્તિ ચીડાયેલ રહે છે.

૪)ઓફિસમાં કે ધંધામાં રજાઓ પાડી ને આપણે બહાદુરી થી નુકશાની ગળે વળગાડી એ છીએ. પણ બાબાની કે બાની કંઈ માગણી હોય ત્યારે મંદી ને બતાડ બતાડ કરીએ.

૫) સતત ઊંચા જીવે મેચ જોતાં જોતાં બ્લડપ્રેસરને આમંત્રણ આપીએ છીએ.

૬)ઘરમાં કોઈ બહાર ગામ જવાનું હોય તો ભાઈની ઊંઘ બગડે તેથી બપોરે જવાનુ ગોઠવે . પણ મેચ હોયતો કૂકડાને પોતે જગાડે.    ફોન કરી  પાછો મિત્રને પણ જગાડે.

૭)ઘરમાં કરકસર કરો એ બ્યૂગલ રોજ બજાવે પણ પોતે ક્રિકેટની શરત મારવામાં બાકી ન રાખે.

૮) ભણતો વિધ્યાર્થિ હોય તે તો ચોક્કસ પોતાનું ભણતર બગાડે .  પછી વર્ષો સુધી રડ્યાં કરે.

૯)આજ કાલ બહેનો પણ મેચમાં રસ ધરાવે છે.  સિરિયલોથી તો ઘણૂ બગાડે છે પાછી ક્રિકેટ પણ આરામ થી જુએ છે.  બીજા કામ કેટલા સરખા થતા હશે એ તો એ જ જાણે.

૧૦) આપણે તો આપણું બાગાડીએ નાના બાળકોને પણ રસ્તો બતાડતા જઈએ.

૧૧) સમય બગડે શરીર તો બગડે જ .સાથે મન પણ બગાડીએ .પેલો સારુ રમે પેલાને ટીમમાં ખોટો લીધો. સિલેકશન કમિટી સુધી બધાને સંભળાવી દઇએ.

હવે માલામાલ બીજા થાય એમાં આપણું શું વળ્યું ?

એ લોકોતો હારે તો પણ કમાણી કરે .અને આપણે બધી બાજુથી નુકશાની વહોરી એ.

એટ્લે કહેવાનુ એટલુંકે ધ્યાનમાંતો હોવું જોઇએકે આપણું શું બગડૅ છે.  રજાના દિવસે મેચ જુઓ પોતાનો અમૂલ્ય સમય પોતાને માટે વાપરો .બીજાને માટે નહી.   આજના ઝડપી યુગમાં એટલી હરીફાઇ છે કે ચૂકી જનાર માટે વ્યથા છે  ને પામી જનાર માટે વાહવાહી. તમે વિચારો તો ખરા હમણાં તો તમે બાળક હતા ,હવે યુવાન થયા ને જલ્દી બુઢા થશો .તમને નથી લાગતું સમય ફાસ્ટ ટ્રેઈન ની જેમ ભાગે  છે. તમારા સ્ટેશનો કેટલા ગયા તમે જાણો છો ?  હવે જે  સ્ટેશન બાકી છે  તે ન ચૂક શો.  ગુમાવ્યુ તે ભૂલી જજો જે મેળવવું છે  ત્યાં નજર ચોક્કશ કરજો.

મારા ટહુકા થી દુઃખી ન થશો.   મારી ફરજ ચેતવણી આપવાની છે. બાકી તમે જ તમારા હિતેચ્છુ રહેશો એમાં કોઈ શંકા નથી.

Advertisements