Shabda-tahuko

મારા શબ્દોનો મીઠો ટહુકો

સુખની ચાવી ઓગસ્ટ 31, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 7:50 એ એમ (am)

સંતોષથી કોઈ મોટું સુખ નથી. વધારાની લાલચમાં પડશો તો સુખ હજારો માઈલ દૂર જશે.

તમારા નસીબમાં હશે તો ક્યાંય જવાનું નથી. મહેનત અને પ્રયન્ત  કર્યા કરો એ ચૂકશો નહી . અને ધાર્યા કરતા બમણું મળે તો નિરાતે ઉપયોગ કરો .પણ જે મળે છે  તેનાથી વધારે મળે તો સારું એ લાલચ કરશો તો સુખ નહી મળે. અને સંતોષી થશો તો આપોઆપ વધારે મળશે .

એટલે સંતોષ એ સુખની ચાવી છે. 

Advertisements
 

તમે શું છો ? ઓગસ્ટ 30, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 7:14 એ એમ (am)

તમારી પાસે ઘણું બધું છે.બસ ઓળખવાની જરુર છે.

જે કંઈ પણ છે તે ને પ્રકાશમાં લાવવાની જરુર છે. બીજાને આશરે રહેશો તો ચૂકી જશો. અને પોતાને ઓળખશો તો જીતી જશો.  કારણ તમને તમારી પૂરી જાણકારી છે. માટે ચૂકશો નહી .

 

“Peepli Live ” ઓછા બજેટનું અનોખું ફિલ્મ ૮૦% ગમે ,૨૦% ન ગમે તેવું “ ઓગસ્ટ 16, 2010

Filed under: ફિલ્મ — shabdatahuko @ 10:46 એ એમ (am)

આમીરખાન ને ધન્યવાદ ફરી નવા સબ્જેક્ટ સાથે  નવા કલાકારો સાથે ફિલ્મ બનાવવાની કોષિષ કરી છે. આજકાલ બનતી દરેક ફિલ્મ માં સતત દર્શાવાતા પરદેશની ચમક દમક થી વિપરિત દેશના નાનકડા ગામડાંને લોકો સમક્ષ લાવીને ફિલ્મ બનાવવાની  સૂક્ષ્મતા ખરેખર વખાણવા લાયક છે.  દેશવાસીઓના માનસને બરાબર પારખીને લોકોને સિનેમાઘર તરફ વિવેકથી આમંત્રી શકયા છે. 

નથા ના પાત્રની આજુબાજુ ઘૂમતી કથા ની શરુઆત રસપ્રદ રહી છે.  નથા અને બુધિયાનો નાનકડો વાર્તાલાપ ખુલ્લા ટેમ્પામાં બેઠેલા લોકો અને લટકતા લોકોની સાથે ટેમ્પાની બહારની બાજુ લટકતી ગામડા તરર્ફ આવતાં આવતાં રસ્તાની વચ્ચે જે રીતે પસાર થાય છે એકદમ સચોત દ્રશ્ય . ઘરમાં આવતા નથાની પત્ની અને બુધિયાની નથાની માતા નો જે શૂર નિકળે છે. જમીન ગિરવી છે અને

ગીરવી જમિનના હપ્તાન ભરી શકવાને કારણે જમીન જ્પ્ત થાય છે. જમીન પાછી મેળવવા કે પૈસા મેળવવા આત્માહત્યા કરવી અને તેપણ નથાને એવું નક્કિ થાય છે. વાત ફેલાય છે ટી.વી ચેનલને ખબર પડતા ચેનલો પોતાનો ધંધો જે શરુ કરે છે અને નેતાઓ જે રીતે પોતાના પત્તા ખેલે છે એ હુબહુ દર્શાવ્યુ છે.  ચેનલવાળા અને નેતાઓનૉ ભાગ દોડમાં નથાની હાલત જે થાય છે તે હાસ્ય રસ સાથે પીરસીને મજાકયા દ્રષ્યો પણ આપ્યા છે. માતાના દ્વારા નથાની પત્નીને કુલટા જેવી સામાન્ય ગાળો પણ આપી છે. નેતાઓને મોઢે ચીલાચાલુ ગંદા શબ્દો નો ઉપયોગ થયો છે પણ એ કથાને અનુસાર હોવાથી યોગ્ય છે. નથાનું બરાબર ધ્યાન રખાય છે પોલીસ સતત પહેરો આપે છે .ચેનવાળા કાયમની જેમ લોકોને નથા વિષે પૂછે છે.  નથાની ટટ્ટીને પણ મહ્ત્વ મળે છે. અંતમાં નથાને ઉપાડી જવાય છે. પછી એક ચેનલવાળાને જાણ થતાં બધો કાફ્લો નથા પાસે જાય છે અને  ગોટાળાની ભરમાર વચ્ચે નથો ભાગી જાય છે. ગોળિબાર અને આગજની વચ્ચે એક પત્રકારનું મોત થાય છે .અને તેને નથો માનાય છે.  આત્મહત્યાન ન ગણાતા પૈસા મળતા નથી .આ બાજુ નથો ભાગીને નવા ઉંચ્ચા બંધાતા માકાન માં  શહેરમાં મજુરી કરે છે. 

કથા સારી છે.ખેડૂતનું જીવન અને સમસ્યાને દેખાડવાની કોષિષ કરી છે. રધુવીર યાદવ ની એકટીંગ દાદ આપે તેવી છે.નથાના રોલમાં ઓમકારદાસ મનેકપૂરીના સુન્દર હાવભાવ છે. બોલ્યા વિના તેનીપીડા બરાબર દર્શાવી છે.   નથાની પત્ની ધનિયા ઓ રોલ કરનાર શાલિનિ વસ્તાનો અભિનય લાજ્વાબ છે. શાલિનિનએ શોર્ટ ટેમ્પર પત્નીનો રોલ જબરજ્સ્ત કર્યો અને લોકોના દિલમાં સ્થાન મેળવશે એ ૧૦૦%  પાક્કી વાત છે.ગામડાંને બરાબર ખુલ્લુ કર્યું છે. ટી.વી ચેલનના રિપોર્ટરો શીનોય અને વિશાલ શર્માએ સારુ કામ કર્યું છે.

ટૂકમાં ફિલ્મ જોવી ગમે તેવી છે.  પરંતું ખેડૂતની સમસ્યા કરતાં ચેનલોનીઅને નેતાઓની સચ્ચાઈ વધારે પડતી છે. ખેડૂતની આત્મહત્યાના એલાનને હાસ્ય સાથે વણીને ખેડૂતને નાસીપાસ ક્ર્યો હોય એવું લાગે છે. મૂળ સમસ્યાને ગંભીર બનાવવા આમીર ચુકી ગયા છે.  ખેડૂતો જે રોજરોજ આત્મહત્યા કરે છે તેની જાણકારી દરેકને હોવાથી દરેક એ સમસ્યાના ઉકેલની કોઈ વાત પર ફિલ્મ જોવા ગયો હોય .તેને જો પૂર્ણ પણે સમાધાન કરી શકાયું હોત તો ૧૦૦% ફિલ્મને ફાળે જઈ શકત.

છતાં ઓછા બજેટની ફિલ્મ આપણાં બોલીવૂડ્માં મોખરાનું  સ્થાન મેળવે તે ખુશીની વાત છે. ચિલાચાલુ પ્રેમકથાથી જો કંટાળ્યા હો તો જરુર” પીપલી લાઈવ”  જોવા જજો.  આપણા જેવા  સામાન્ય માણસને પોતાની અંદર જીવતો વ્યક્તિ ક્યાંકને ક્યાંક મળી આવશે. અને એજ તમને ફિલ્મ જોતા જોતાં આનંદ આપશે. બહુજ ઓછી ફિલ્મો આપને ત્યાં આ પ્રકારની બને છે . જોવા લાયક ફિલ્મ સિનેમાઘરમાં જેવાની માજા આવે.

એકંદરે ઉત્ત્મ કક્ષાની ફિલ્મ. આમીરને સલામ.

અનુસા રિઝવીને સ્ટોરી લખવા સાથે દિગદર્શન માટે ખૂબ ખૂબ ધન્યવાદ.

આમીર ખરેખર માનને પાત્ર છે , જે હંમેશા નવા લોકોને ચાન્સ આપે છે .

——————————————————————————————————————————–

પ્રતિભાવ આપશો તો ગમશે.