Shabda-tahuko

મારા શબ્દોનો મીઠો ટહુકો

કચકડાં ના રમકડાં ક્યાં લઈ જશે ? નવેમ્બર 27, 2011

Filed under: Uncategorized — shabdatahuko @ 7:32 એ એમ (am)

વહેલી સવારથી તમારા પોતાના જીવનમાં ડોકિયું કરીશું તો સમજાશે સવાર કુદરતના સંગાથે શરૂ થઈ રહી છે કે પછી કચકડાંના રમકડાંથી ? માણસ ઊઠે તે પહેલાતો ફોનની ઘંટડી વાગે છે , ઘરની લાઈન હજી વાગતી હોય અને તમે જરા વાર આંખો ચોળો ત્યાં જ તમારા મોબાઈલની રીંગ વાગે .ક્યા ફોનને ઉપાડવો એ અસમંજસ તમારી ચાલતી હોય ત્યાં તમારા જ ઘરની કોઇ વ્યક્તિ તમારા પર બુમો પાડે ,”અરે ઉઠો ફોન તો લો ? અત્યારમાં બે બે ફોન વાગે છે ને તમે હજી ઉઠતાં નથી ” એમ કહી આવનાર ફોન પર તરાપ મારે  , સામેથી કોઇ ગમતી વ્યક્તિ કે પોતાના તરફેણની સાગાઈ વાળા હોય તો ફોન ઉપાડનાર શું પ્રેમથી વાતો કરશે કે તમે અચંબો પામશો કે ક્ષણ પહેલાના માતાજી માં આટલો બધો ફેરફાર. રવિવારની રજાની મજા તમે સરસ મજાની ઊંઘ ખેચી ને કાઢ્વા માંગતા હો અને ફોનની ઘંટડી તમને ચેન ન લેવાદે એવું બન્યા જ કરે. સામેની વ્યક્તિ લાંબા સમય સુધી વાતો કરે અને તમારે બંધ આખે સાંભ્ળ્યા વિના છૂટકો નથી. વાતો પણ કેવી શાકભાજી થી માડી ને તે થીયેટરમાં ઈન્ટર્વલમાં જે પોપકોર્ન હોય છે તે એટલા સારા નથી હોતા, મીનાબેનના બાબાને જે મ્યુજીક ક્લાસ માં મુક્યો છે ત્યાં પૈસા પડાવી લે છે ખાસ શીખવતા નથી નેટાઈમ પાસ કરે છે. બાજુવાળા આજે કેરાલા ફરવા ગયા, મેં તો કહ્યું એટલા પૈસામાં તો આજકાલ ફોરેન ટુર પર જવાય . ત્યાં સુધી કહે કે આ લોકોને કંઈ ખબર પડતી નથી , એટલેજ હું તો દરેક સાથે ફોન કરી ને માહિતિ લઈ લઊ. ”
હવે સુતેલો વ્યક્તિ જાણે કે આપણે ક્યાંય જવાય તેમ નથી છતા પોતા પાસે બધી માહિતિ હોવી જોઈએ. કેટલો સમય ફોન પર. પછી કામકાજ અવખતે એજ વાત આ લોકો એટલા બધા ફોન કરે છે કંઈ સમજતાં નથી . 

આતો ફોનના રમકડાંની વાત થઈ.બાળક કે વડીલો જે કમ્યુટર લેપટૉપ લઈને બેસે કે સમયનું કોઈ જ ભાન નરહે. શરીરનું પણ ધ્યાન નરહે. આજકાલના યંગ બાળકો સતત લેપટોપના સકંજામાં સપડાયેલ છે કે એ પોતાનો આનંદ તો ખોઈ રહ્યાં જ છે સાથે જીવન પણ ટૂકાવી રહ્યાં છે. જેટલો લગાવ એમને પોતાના કમ્પ્યુટર/લેપટોપ પર છે તેટલો પોતાના વ્યક્તિઓ સાથે કદાચ રહી શકતો નથી. આજકાલના કુમળા બાળકો ટીવી ઓપરેટ કરે લેપટોપ પણ અનુભવ વીના ચલાવે , પણ જમવાબેસે તો કોળિયા માબાપે મોઢામાં મૂકવા પડે, ૮થી૧૦ વર્ષના બાળકો જાતે નહાતા પણ નથી હોતા , અજવાળુ હોય છતાં ૧૦ મિનિટ એકલા રહેવાનું હોય તો એકલા ન રહી શકે. દુનિયા ભરની માહિતિ સ્પોર્ટસની રાખે પણ પાણીનો પ્યાલો લેતા એને દમ નીકળી જાય.

ટીવીના ધંધા એતો લોકોને સાવ જ આંધળા કરી મુક્યા, બાળક જાતે કપડાં પહેરવા શીખ્યો નથી ને પોતે લગ્ન કરશે ને કોની સાથે એપણ બોલે . હવે આ માનસ ક્યાં જઈને અટકે. કળિયુગ આવી રહ્યો છે એ શસ્ત્રોમાં કંઈ એમને એમ નથી કહ્યું આપણાં જ ઘરમાં જો શોધતા આવડે તો કળિયુગના ઓળા મળશે. આ હરણ ફાળથી કોઇ બાકાત નથી .
કેમેરાની કરામત આજે દરેકના હાથમાં ,જ્યાં દેખાય ત્યાં ફોટા પાડે ,અને પછી ડીવીડી બને . એક વખત ફોટા જોયા પછી ખરેખર આપણે કેટલી વખત જૉઈએ છીએ ? બધા વિચારજો. યુવાન બાળ્કો સતત આની પાછ્ળ લાગેલા હોય છે. મિત્રનો ફોન આવે કે દરિયા કિનારે ઉપડે સાથે કેમેરા હોય જ. જો માબાપ કોઇ ઘરનો સામાન મંગાવે તો ભાઇ કે બેન ના કહેતા જરાયે અચકાશે નહી. બહાના કાઢવા એમના માટે ખેલ . મૉમ/ડેડ કહીને પીગળાવતા વાર નહી .

આવાતો કંઈ કેટલાયે કચકડાંના રમકડાં નજીક ના ભવિષ્યમાં વધારે આવશે. વસ્તુ સમય પ્રમાણે આવશ્યક છે જ ,આજે કોઇ બેલગાડીમાં મુસાફરી નહી કરે રીક્ષા/ટેક્સી માં જશે એસ્વાભાવિક છે. પણ વસ્તુ આવકનું સાધન હોય એ પણ યોગ્ય કહી શકાય ,પણ આ પ્રકારે સતત રમકડાં માં ખોવાઇ ને જીવન ને મશીન બાનાવવું કેટલું યોગ્ય છે એ દરક વ્યક્તિએ સમજ્વું પડશે, ઘણાં લોકો સહમત નહી થાય પણ એટલું ચોક્ક્સ તપાસજોકે આપણે કેટલે અંશે આ રમકડાં ના ગુલામ છીએ,્ક્યાં ક્યાં આ નિર્જિવ વસ્તુથી હણાયેલા છીએ. વસ્તિની જરુરિયાત અને વસ્તુનો દુર ઉપયોગ આપણને સમજાય છે ખરો ? આપણામ જ બાળકોને આ રવાડે ચડાવનારા આપણે ક્યારે ક્યારે બાળકોના વ્યવહારથી દુઃખ અનુભવીએ છીએ.

વસ્તુનુ સમતોલન જો આપણે શીખવ્યુ હશે તો ક્યારેય મન દુઃખી નહી થાય  .પણ ચૂકી ગયાતો આ રમકડાં આપણી અંદર કેવી ચાવી ભરશે ખબર નથી. કુદરતથી વેગળા થઈ  જ રહ્યાં છીએ .બધુજ સમાપ્ત કરી શકે એવી આ કચકડાં માં તાકાત છે . અટકશો તો કંઈક રસ્તો મળશે લપેટાયા તો ગયા કમથી .

*************************************************************************************************************************************
મિત્રો કોઈને દુઃખ પહોચાડવાનો કોઈ આશય નથી. માત્ર જે બની રહ્યું છે તે સમજ  પહોચાડવાનો માત્ર પ્રયાશ છે. કંઈ કેટલીયે ઘટનાઓ આપણે સાંભળીયે છીએ ,સમાચાર પત્રોમાં વાંચીએ છીએ ,કલાકો આસપાસના લોકો સાથે ચર્ચા પણ કરી લઈએ છીએ , પણ નાનકડી ઘટના આપણાં જ ઘરની હોય તેનાથી આપણે અજાણ હોઈએ ,કારણ આપણી વાત આપણે સ્વીકારતા અચકાઇએ છીએ. નાની નાની બાબતો ને આપણામ ઘરમાં ઓબજર્વ કરીએ અને સમજીને સુધાર લાવી શકીએ તો જીવન પ્રફુલ્લીત થઈ ઉઠશે.

Advertisements
 

2 Responses to “કચકડાં ના રમકડાં ક્યાં લઈ જશે ?”

  1. GUJARATPLUS Says:

    Gadgets Make Life Easier……….sales slogan goes on…….watch your wallets!

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    http://saralhindi.wordpress.com/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s