Shabda-tahuko

મારા શબ્દોનો મીઠો ટહુકો

ગુજરાતીઓ સમજ્દાર છે નવેમ્બર 3, 2016

Filed under: Uncategorized — shabdatahuko @ 3:03 પી એમ(pm)

દેશની આજની રાજ્નિતિએ બરાબર હોળીનો રંગ પક્ડ્યોં છે. ટીવી નાસમાચાર જોવા એ ગુનો થઈ પડશે , ધડાધડ દેશભક્તો સેક્ન્ડે સેકન્ડે  ફૂટી નીકળે છે. દિલ્હીને જોતાતો લાગે કે લગભગ દેશના સપૂતો વિરોધ પક્ષે જ બેઠા છે. દેશભક્તિ એમના શબ્દે શબ્દે ટ્પકી રહી છે. કારણ એમના જેવા સપૂતો વિના દેશ અધૂરો છ અહો હો દિલ્હીના એ નેતાઓ સતત દેશની ચિંતા માં અડધા થઈ જાય છે .એટ્લેજે વારતહેવારે એક વિદેશની લટાર મારે છે અને એક ઈલાજ કરાવવા ઉપડે .આ બંને ને ભાગેડું કહેવા કે દેશભકત .સમજવું મુશ્કેલ છે. મિત્રો .  આજે દિલની વાત કહેવી છે. ગુજરાતી છું એટલે ન કહું તો ફરજ ચૂક્યાં કહેવાય..મિત્રો બાપુએ જે આઝાદી અપાવી હતી એ વખતે ઘણાં હાજર હશે ,અને મોટા ભાગના લોકએ માત્ર ઇતિહાસ સાંભળ્યોં હશે. પરન્તું એ દાંડીકૂચ કે જલિયાવાલા બાગ કે બીજી અનેક ઘટનાઓ સાંભળતાં વાંચતા ગર્વ અનુભવતાં .એ આઝાદી પછી એટ્લો મોટો સમય ગયો કે લોકો બધું વિસરતા ગયા. દેશપ્રેમની લલક જાણે અદ્ર્શ્ય થઈ ગઈ.પરન્તું છેલ્લા બે વર્ષથી એ ઝંખના આળસ મરડીને બેઠી થઈ છે .દેશ પ્રગતિ કર્તો દેખાય છે. ગુજરાત રાજ્યના વિકાસની દેશે નોંધ લીધી. બાપુ અને સરદારે રોપેલા બીજને પ્રધાન્મંત્રીએ જાગ્રત કર્યા છે.
વિતેલા દિવસોમાં ગુજરાત ઉપર બહારના લોકો નઝર માંડી રહ્યાં છે. હું જાણૂં છું ગુજરાતીઓ સમજ્દાર છે. આ દિલ્હીની જનતા નથી કે પાણીની લાલચમાં ગુજરાતનો મોલ કરે. માટે મારા ભાઇ બહેનો સમજદારી રાખજો. તમારી સમજ્દારીનો ઉપયોગ કરજો .આપણું ગુજરાત છે. વિચારજો મિત્રો

શબ્દ ટહૂકો કરું તો મિત્રો “કાચા કાનના ના થશો ”
નૂતનવર્ષની શુભકામના પણ ઝિલજો