Shabda-tahuko

મારા શબ્દોનો મીઠો ટહુકો

તમારી સમજ સપ્ટેમ્બર 15, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 5:18 એ એમ (am)

કોઈ પણ વ્યક્તિ બીજાની વાતો થકી તમારા કાન ભંભેરે તો તમે સાંભળશો નહી .

કારણ જે તે વ્યક્તિ માટેની તેની માન્યતાથી એ અંજાયેલો હોય છે અને તેના થકી એ તમારામાં ઝેરના બીજ વાવે છે. તેની એ માન્યતાના ભોગ તમે શામાટે બનો ?

તમારી પાસે સમજની મોટી ચાવી છે . બુધ્ધિ શક્તિનો ભંડાર છે .તો શામાટે તેની માન્યતાને સચોટ માની કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ કરવો .  બીજાની ટોળીમાં જલ્દી બેસી જવાં કરતાં તમારી રીતે ચકાશણી કરો. મોટે ભાગે આપણે બીજાની દોરવણી પર નિર્ભર હોઈએ છીએ .

માટે તમારી આજુબાજુ રહેતા સગા સંબંધીથી માંડી દોસ્તોની વાતો માં ન આવી જશો. તમારી વાણી કે તમારું  વર્તન તામારી સમજને આધારિત હશે તો ઘણાં ક્લેશ ઓછા થઈ જશે એ ચોકકશ છે. માટે કોઈની માન્યતાને વળગી ન રહેતા તમારી સમજ નો ઉપયોગ કરશો .

Advertisements
 

રકમ સાથે તાળો મેળવો સપ્ટેમ્બર 14, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 6:33 એ એમ (am)

દરેક વ્યક્તિ કંઈ ને કંઈ વિશેષતા લઈને જન્મે  છે.  અને એ  વિશેષતા  જ જીવનમાં આગળ લઈ જાય છે.  આપણે આપણી વિશેષતાથી તેનો તાળો બેસાડીયે છીએ પરિણામે આપણને તેની અંદર ખોટ ભાસે છે .  તેથી જ કદાચ આપણે આપણી મૂલવણી સાચી કરી શકતા નથી.  જો આપણે આપણને પારખી ન શકીયે તો બીજા ને કેવી રીતે મૂલવી શકવાના ? માટે દરેક વ્યક્તિ ની અંદર સારપ શોધશો તો તમારા પોતાની સારપ પરખાશે .  દરેકની અંદર સાચું શોધશો  તો તમારી સચ્ચાઈ જડશે.  આપણે હંમશા બીજાનો તાળો મેળવવામાં જીવન વ્યતિત્ત કરીએ છીએ . પોતાની જીંદગીનો તાળો મેળવાવાનું ચૂકી જઈએ છીએ . અંત સમયે તાળો મેલવવની કોષિષ કરી એ ત્યારે રકમ અદ્રશ્ય થઈ ગઈ હોય છે.  માટે આજે જ રકમ સાથે તાળો મેળવી લો .

 

સાચી ઓળખ સપ્ટેમ્બર 13, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 5:03 એ એમ (am)

વ્યક્તિનું સાચું વ્યક્તિત્વ તેના વર્તનમાં નથી હોતું .સાચી ઓળખ તો થોડો સમય સાથે વિતાવો ત્યારે પરખાય છે. કારણ કોઈ વ્યક્તિ આંચળો ઓઢીને વધારે રહી શક્તો નથી . થોડો સમય સાથે રહેવાથી એની રોજિંદી પ્રવ્રૂત્તિ થી એની મૂળ પ્રક્રૂતિ પરખાય છે .અને એ જ તે ની સાચી ઓળખ છે. એટલે કોઈને ઝ્ડપથી સારા કે ખરાબ માની લેવાની ભૂલ ન કરશો.  એ કરતાં સ્વીકારી લેજો કે દરેકમાં કંઇ ને કંઈ સારું કે ખરાબ  હોય જ .  તો દ્દરેક વ્યક્તિ માટે સમાધાન રહેશે.  કોઈને માટે ના આપણાં અભિપ્રાયો આપણને હેરાન કરે છે. સામો વ્યક્તિ હેરન કરતો નથી.

———————————

 

ડેડી ! મમ્મી ! આઇ લવ યુ !!!!!!!!! સપ્ટેમ્બર 5, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 3:04 પી એમ(pm)

જિંદગી માં જ્યારે અર્થોર્પાર્જન શરુ કરો ત્યારે ખાસ આયોજન કરશો.

તમારું આયોજન એવું હોય કે સરળતાથી બચત કરી શકો.

કરકસર સરખી કરશો તો તમે વધારની કમાણીનો અનુભવ કરશો. તમને શાંતિ રહેશે. ઘણાં  લોકો એવા પણ છે  જે કમાય છે તે ઉડાવી દે છે ,અને પછી પોતાના સગાસંબંધી ની ઈર્ષા કરે છે . ઊડાવ લોકો ને કરકસર કેમ કરવી તે ક્યારેય આવડતું નથી અને પછી બીજાને લોભીયા કહી વગોવે છે.

વર્ષો સુધી બચત કરો અને સંતોષ થઈ જાય ત્યારે આયોજન કરીને તમારી બચતને એવી રીતે વાપરો કે તમારી કમાણીની મજા તમે લઈ શકો.  નહી કે તમારા સંતાનો એ મજા લે. જાણી લેજો તમારી પરસેવાની કમાણી નો ઉપયોગ તમે જ કરજૉ  . નહીતો પાછલી ઉમંરમાં વાપરી  નહિ શકો અને છતે પૈસે હેરાન થશો એ નફામાં . તમારી બચતને એવે સમયે વાપરો જ્યારે તમારું સ્વાસ્થય બરાબર હોય. ઘડપણ સુધી ભેગું કર્યા કરશો તો વાપરશો ક્યારે ?  ક્યાંક વાપર્યા વિના મર્યા તો ?

વિચારજો તમારી કમાણી તમને કામ આવે નહી કે તામારા સંતાનોની જાહોજલાલી માટે.  તમે એમને ઘર આપશો કાર આપશો અને બેંક બેલેન્સ પણ આપશો . પછી એમને ક્યા ચીન્તા છે ? એમને મોજ મજા જ બાકી રહેશે .અને તેમની ફોરેન ટૂર જૉઈ તમે નિસાસા માત્ર નાખશો કે અમે તો ક્યાય ન ગયા.

માટે ચેતજો. સંતાનો ને પૂછો કે એ લોકો તમારા માટે ઘર , કાર અને બેન્ક બેલેન્સ આપી શકે ?

એ લોકો પાસે માત્ર બે શબ્દ છે

“” ડેડી મમ્મી આઇ લવ યુ “”

બસ આટ્લું જ .

 

તમારી જનમાષ્ટમી સપ્ટેમ્બર 2, 2010

Filed under: અંતર મનની વાતો,Uncategorized — shabdatahuko @ 1:24 પી એમ(pm)

મિત્રો જનમાષ્ટમી સૌને મુબારક.

આજે શું યાદ કરીશું  ? માત્ર મટકી અને માખણ ? કે પછી પીળા પીતંબર વાળા વાસુદેવ.

ભગવાને અર્જુનને શું બોધ આપેલો એ યાદ કરશો ખરા?   ઉપવાસ કરીને સારા સારા ભોજન આરોગતા ક્યારેય દ્યાન આવે છે કે ભગવાને આપણને કર્મની થીયરી આપેલી છે.  મોક્ષનો રસ્તો ચીન્દ્યો છે .  ભગવાનને યાદ કરો કે અધ્યાત્મની ટોચની વાતો આપી છે ,  યુધ્ધ કરવા છતાં અર્જુન ને મોક્ષ પ્રાપ્ત થયો. શામાટે અર્જૂન સિવાય બીજા કોઈને ગીતા બોધ ન મળ્યો ?

જો આ પ્રકારે વિચાર આવે તો જન્માષ્ટમી માં ભગવાનને પૂર્ણ રુપે યાદ કર્યા તેમ કહેવાય. બાકી ખાઈ પી ને ઈશ્વર  ભક્તિ કેવી હોય તે તમે જાણો છો. એ પણ સારું છે . બાકી જન્માષ્ટમીને નામે જુગાર રમતા લોકો નું મોટૂ ટોળું પણ છે . અને તત્વજ્ઞાનને સમજનારા પણ છે. 

તમે તમારી ભક્તિ ને જાણો છો . કારણ તમારું   અંતર મન માત્ર તમે જ જાણો છો . તમારા મનના રજકણો તમારાથી ક્યાં અજાણ્યાં છે ?

 

 

હિમ્મત રાખો સપ્ટેમ્બર 1, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 4:26 પી એમ(pm)

દરેક કાર્ય ને પાર પાડવાં  હિમ્મતની જરુર છે. ઢીલા પડશો તો ચગદાઇ જશો. બીજા તમને મદદ કરશે અને હૂંફ આપશે એવી રાહ જોશો તો કામ બગડી જશે. પરિણામ ક્યારેય બરાબર નહિ મળે. પોતાની હિમ્મતથી લીધેલ નિર્ણય કદાચ ખોટો પણ સાબિત થાય તો પણ બીજા પ્રસંગ માટે વધારે હિમ્મતથી સામનો કરવાની શક્તિ આવશે એ ચોક્કશ છે. હિમ્મતવાન થી બધા ડરે. ડરનારને દુનિયા વધારે ડરાવે એ નિયમ છે.

 

સુખની ચાવી ઓગસ્ટ 31, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 7:50 એ એમ (am)

સંતોષથી કોઈ મોટું સુખ નથી. વધારાની લાલચમાં પડશો તો સુખ હજારો માઈલ દૂર જશે.

તમારા નસીબમાં હશે તો ક્યાંય જવાનું નથી. મહેનત અને પ્રયન્ત  કર્યા કરો એ ચૂકશો નહી . અને ધાર્યા કરતા બમણું મળે તો નિરાતે ઉપયોગ કરો .પણ જે મળે છે  તેનાથી વધારે મળે તો સારું એ લાલચ કરશો તો સુખ નહી મળે. અને સંતોષી થશો તો આપોઆપ વધારે મળશે .

એટલે સંતોષ એ સુખની ચાવી છે.