Shabda-tahuko

મારા શબ્દોનો મીઠો ટહુકો

ઘરમાં દોસ્ત માર્ચ 13, 2010

Filed under: સરળ વાત — shabdatahuko @ 9:06 એ એમ (am)

 

દોસ્તી ના સબંધ પર સદિયોં થી ઘણું લખાયું છે.  ફિલ્મો દ્વારા પણ ઘણું કહેવાયેલું   છે.અપેક્ષા વગરનો વ્યવહાર. સતત મદદ કરવાની ભાવના.  બે મિત્રો જ્યારે પણ મળે એક બીજાની સાથે હળવાશ અનુભવે .  નજદીકતા એવી હોય કે પરસ્પર ની દરેક વાતો થી જાણકાર હોય. બે દોસ્ત હોય કે બે સખીઓ એક સરખો વ્યવહાર.  આ સંબંધોના માળખા માં દોસ્તીના સંબંધને  સૌથી મોખરાનું સ્થાન આ પવામાં આવ્યું છે.  પરંતુ આજે હવે સમય બદલાઇ રહ્યોં છે. એક સમય એવો હતો કે સુન્દર કુટુંબ વ્યવંસ્થા ચાલતી હતી. સંયુકત કુટુંબ વ્યવસ્થા . કુટુંબના સભ્યો ની સંખ્યા પાર વગર ની હોય.  કારણ કાકા ,દાદા બધાનું ફેમિલી એક સાથે  રહેતું હોય . પરિણામે ઘરનાં વ્યક્તિઓને એકબીજા સાથે નજદીદક આવવાનો મોકો મળતો ન હતો.  સ્ત્રીઓ એમના ઘરકામ માંથી નવરી પડતી નહી અને પુરુષો એમના ધંધાથી. રાત્રે બધા એકઠા થાય  વ્યવહારુ પ્રશ્નો હોય તો સાથે બેસીને ઉકેલ લાવે.  આજ ક્રમ . વેકેશન માં દીકરીઓ સાસરે થી આવે અને ઘરને હર્યું ભર્યું બનાવે. એ સમયે ઘરનું વાતાવરણ એવું હતું કે કાકા હોય કે બાપા(ફાધરના મોટા ભાઈ) બંને ફાધર સમાન લાગે. એમની વાતનું મૂલ્ય રહેતું. ક્યાંય જુદારો ન હતો. કાકી કે મોટીબા બધા માતા સમાન લાગે. લાગણીનો એ તાંતણો પણ અતૂટ રહેતો. કાકા બાપાના ભાઈ બહેનોને ક્યારેય cousin brother  કે  cousin sisterનું લેબલ  ન મારે.  મારી બહેન અને મારો ભાઇ એજ ભાવનાનું સુન્દર બંઘન રહેતું.

પરંતુ સમય બદલાતા કુટુંબ પ્રથા તૂટવા માંડી. કુટુંબનું સ્વરૂપ બદલાયુ. પરંતુ દોસ્તીનો અતૂટ સંબધ જે હતો તેમાં ક્યાંય ફેરફાર ન થયો. ઉલટો વધારે મજબૂત થયો. નાના કુટુંબનુ જે માળખુ બન્યું તેનો સિધ્ધો લાભ એઃ થયો કે માતા-પિતા અને બાળકોને એકબીજા સાથે રહેવાનો સમઝવાનો મોકો મળ્યો. સ્ત્રી અને પુરૂષ જે કામકાજમાં વ્યસ્ત રહેતા અને ખપ પૂરતાજ સાથે રહેતા તેઓ સાથે કામકાજ કરવા લાગ્યાં.માતા-પિતાને પોતાના બાળકો માટે વિચારવાનો સમય મળવા લાગ્યો. સૌ એકબીજાની દુઃખ સુખની લાગણી  સમજવા લાગ્યાં.  પરિણામ સ્વરૂપ ઘરમાં જ એકબીજાના દોસ્ત બનવા લાગ્યાં. આ દરેકે અનુભવ્યુ હશે. દરેક કાર્યમાં એકબીજાની મદદ કરવી અને કાર્યાને આગળ વધારવાની વ્રૂત્તિ જન્મી.  આપણી આસપાસ જોતા આ ફેરફાર દેખાશે. આજે માતા પુત્રી હોય કે પિતા અને પુત્ર હોય ,સાસુ અને વહુ કે પછી ,સસરા અને જમાઈ એક બીજા સાથે દોસ્તી નો વ્યવહાર કરે છે. આજુબાજુ નજર દોડાવતા  નજદીકતાનો અહેસાસ થયા વીના ન રહે. સમય પસાર થાય તેમ એની મેળેજ બદલાવ શરુ થઈ જાય .  એ બદલાવને કોઈ રોકી ન શકે. હવે આપણે જો પેલાના જમાનાને પકડીને બેસી રહીએ કે ” પહેલાતો કુટુંબીઓ પ્રત્યે પ્રેમ વહેતો. સગા સંબંધી એકબીજાને મદદ કરવા તત્પર રહેતાં હતાં. સારે નરસે પ્રસંગે દોડી આવતા.” ખરેખર સાચી વાત છે.પરંતુ ત્યારે માણસની જરૂરિયાત  ઓછી હતી. સંતોષથી જિવન જીવતા. આ સમયે જૂઓ તો દરેક ક્ષેત્રની જરૂરિયાત વધી છે.જી્વનનો અર્થ બદલાયો છે. દરેક વસ્તુઓમાં બદલાવનો જૂવાળ આવ્યો. સાથે સમ્બન્ધોમાં પણ ફેરફાર થયો. ઘરમાં સાથે જીવતા કુ્ટૂંબીઓ સાથે નજદિકતા આવી.ઘરમાં મિત્રો બનવા લાગ્યા. જે ઘરમાં મિત્રો બની શક્યા છે ત્યાં હળવાશ છે.  સમયની સાથે તાલમેલ છે. જ્યાં હજુ વાતાવરણ હળવું નથી ત્યાં દોસ્ત બની શકાયું નથી. કારણ એટલુ જ છે એ લોકો સમયના ફેરફારને તો માણે છે પણ પોતાની અંદર ફેરફાર કરી શક્યાં નથી. ઘણાં કુટૂંબોમાં આજે વૄધ્ધો પણ મિત્રો બની ચૂક્યાં છે. દાદા અને પૌત્ર, દાદી અને પૌત્રીની મિત્રાચારી ને કારણે જિવનનો અર્થ બદલાયો છે. જ્યાં જ્યાં બદલાવને સ્વીકારવામાં આવે છે ત્યાં સરળતા અને નોર્મલ વાતાવરણનો અનુભવ થાય છે. હવે તમે વર્ષો પહેલા ઘોડા ગાડીમાં જતા હતા . આજે જવાના ?  વર્ષો પહેલા સાઈકલ લઈને ફરતા હતાં આજે સાઈકલ પર ઓફિસ જવાના? નાસ્તામાં રોજ બાજરીનો રોટલો ખાતા હતા. હવે રોજ ખાવાના? પુરૂષો ધોતી અને સ્ત્રીઓ સાડી જ પહેરતી .આજે એ જ પોષાક પહેરવાના?  જો દરેક જગ્યાએ ફેરફાર કબૂલ કરીએ છીએ તો ઘરમાં કેમ નહી ? 

જો ઘરમાં મિત્રો બની ચૂક્યાં હો તો બહુજ સરસ. સમયને ઓળખી ગયા છો. તમે સ્ત્રી હો કે પુરૂષ ઘરમાં તમારી ધાક હશે તો દિલ્લી દૂર છે.  ડરથી મિત્રાચારી માઈલો દૂર ભાગે છે.  હજૂ મોડૂ થયું નથી. આજેજ તમારી પત્ની અને બાળકો સામે  હાથ ફેલાવ શો.  પુત્રએ હાથે ફેલાવવાની જરૂર નથી પિતાએ પહેલ કરવાની છે. માતાએ પુત્રી નો હાથ હાથમાં લેવાનો છે. સાસુ એ વહુને વિસ્વાસમાં લેવાની છે.અને ઘરડાં ઓ સાથે ખાસ સૌ એ દોસ્તી કરવાની છે. કહેવત નો ઉપયોગ તો કરીએ છીએ કે “ઘરડાં અને બાળક સરખા”  તો પછી બાળકતો બાળક કહેવાય. આપણેજ પહેલ કરવી પડે.

ખરેખર ઘરમાં મિત્ર હોય   !!!!!!!!   આ સમયમાં બહાર સાચા મિત્રો મળવા મુશ્કેલ છે. એવો કપરો સમય છે કે માણસના મનને પારખવું મુશ્કેલ છે. અંદર ચાલતા વિચારો અને બહારનો જે વ્યવહાર હોય છે, તેમાં મોટું અંતર હોય  છે.  પણ ઘરમાં પોતાપણાની એક લાગણી હોય છે. અને એ જ લાગણીના અતૂટ બન્ધનથી કાયમ જોડાયેલા હોય છે.

શબ્દ-ટહૂકો

Advertisements
 

બ્લોગનું જાળું માર્ચ 9, 2010

Filed under: સરળ વાત — shabdatahuko @ 4:20 પી એમ(pm)
Tags:

( બ્લોગ પર ગયા છો ?       શામાટે ?               !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

મિત્રો પહેલા તો મારે તમારી માફી માગવી પડે. કારણ ઘણા સમય પછી લખવા પધારેલ છું. શું થાય બહાના તો ઘણા હોય ક્યુ બહાનુ આપુ એ સમજાતુ નથી.

એનુ મૂળ કારણ કદાચ તમે જ છો. મિત્રો બ્લોગ પર આવો છો ખરા પણ પ્રતિભાવ ને નામે મોટું શૂન્યાવકાશ.  કેમ  મિત્રો !!!   બ્લોગ પસંદ પડેલ નથી   ?  આમ પણ મેં નકકી કર્યું છે કે બ્લોગ્નું માર્કેટિંગ જરાપણ કરવુ નથી. નેટ ઉપર તો મેં જોયું છે બ્લોગ્નુ ખૂબ મોટું જાળું પથરાયેલ છે. સારા લેખકો નો વાન્ધો નથી આતો  મારા તમારા જેવા એ પણ બ્લોગ બાનાવવા માંડ્યો છે. નવરા બેઠા છીએ ચાલને મારા બ્લોગનુ વાસ્તુ કરું ? આવી મનોદશા થઈ ચૂકી છે.  બાબા પાસે કોમ્પ્યુટર પર હાથ મારીને  બાયોં ચડાવીને બ્લોગ બનાવવા બેસી જાય છે . હવે બ્લોગ પર શુ મૂકવું એ ખબર નથી.  શેના માટે બ્લોગ છે એ પણ ખબર નથી.  પછી ચક્કર શરૂ થાય નૅટ ઉપર હા ફળો ફા ફળો થાય કે લોકો શેના માટે બ્લોગ બનાવે છે ? અને શું મૂકે છે?  નૅટ ઉપર દોડા દોડી કરી નાખે.  વધારે પડતાં લોકો તો બીજા લેખકોની રચનાઓ કે પછી ગુજરાતી ગીતો ને મૂકીને  ચાલુ પડે. હવે એને કોણ સમજાવે કે મારાભાઈ આ સારા લેખકો અને સાહિત્યકારોને જો પસંદ હોત તો ખુદ જ પોતાનો બ્લોગ બનાવી લેત , પણ આતો પૂછ્યા વિના જ પોતાના બ્લોગમાં બેફામ બધુ મૂકી દે. હવે શું મૂકવુ એય ખબર ન હોય  .ક્યારેય કશું મન ભરીને સાહિત્ય માણ્યું પણ ન હોય ને બેસી જાય જમાત માં .  એટલુ જ નહી સાથે પોતના એકાઉન્ટમાં(ગુગલ, હોટ્મૅલ,કે રીડીફ કે યાહુ)   પોતાનુ  કૉન્ટેક્ટ લીસ્ટ એટલુ લાંબું બનાવે કે આપણને એક સાથે ૨૦૦/૩૦૦ ઈમેલ ના સરનામાં  મળે. પાછો લખે પણ  ખરો મારા બ્લોગ પર નવું વાચો.  એ જાણતો નહોય કે એણે મૂકેલી ગઝલ ૧૫ વર્ષ પહેલાની છે. પોતે તો બ્લોગ બનાવીને સમય બગાડે સાથે સગાવહાલા મિત્રો ના કેટલાય કાલાકો જિંદગીના બગાડી નાખે. અને સાથે પાછો સારા બ્લોગ ને અન્યાય કરે એ નફામાં. હવે એને કોણ સમજાવે કે ભાઈ તુ પાનના ગલ્લે વાતો કરતો સારો છે. પણ ના બ્લોગ પાછળ ગાંડો.

                            હવે વાત કરીએ પોતના બ્લોગ ઉપર પોતાની રચના મુકનાર પર. ઘણા બ્લોગ એવા જોયા કે શું લખે છે એ જ ખબર નથી ? કવિતા લખેતો આડેધડ વાચતાં વાચતાં લાગે કે કંઈ જ સમજાય તેમ નથી  . ઘણી વાર થાય લખનાર કંઈકતો કહેવા માંગતો હશે જ. પણ શું સમજાય ધીરે રહીને નૅટ્નુ બારણું બંધ કરી દઈએ.  કોઈ સંદેશાત્મક વાત હોય તો ઠીક પણ ઘણાતો શું ખાધૂ ? ધર્મ-પત્નીને ક્યાં ફરવા લઈ ગયા . બાબાને પૉપકૉર્ન ખવડાવ્યા એ પણ લખે. મને એમ થાય કે એ બિચારો નવરો છે તે ભલે લખે , પણ તમે !!!!! તમારા બાબાને પોપકોર્ન અપાવ્યા ન હોય ક્યરેય ,બાબાને વ્હાલથી પંપાળ્યો ન હોય કયારેય ને પાછા લખનારને કોમેન્ટ્સ આપો કે તમારા બાબા સાથે જે ફરવા ગયા તે વાત  વાંચતાં વાંચતાં બહુ  એન્જોય કરી.  હવે પોતાની બૈરીને  ગલી ના નાકા સુધી લઈ ગયો ન હોય ને બીજાની ફોરેન ટૂરને રસથી વાંચ્યા જ કરે.  લખનાર જે લખે છે તે પોતાને સમાજ ને કેટલુ ઉપયોગી છે તે સમજ્યા વીના જ ચાલે છે બધું .

                          હવે વાત કરીએ એવા લોકોની જે સારુ લખે છે ખરા . પણ જ્યારે કંઈક લખે દિવસો સુધી નગારા વગાડે. આપણે ઈમેલ ખોલીએ રોજ એમનુ ઇમેલ હોય મારી નવી પોસ્ટ મૂકી છે. વાચીને જણાવશો. પ્રતિભાવ આપવાનું ન ભૂલતા.

આપણને થાય નવી  પોસ્ટ હશે .તો ૧૦ દિવસથી એની એ જ હોય. હવે આપણને ખબર નથી એ શું ઇચ્છે છે ? પણ રોજ એક ઇમેલ  હોય જ. એટલે આપણે એમને રોજ કહેવાનું કે ભઈ તુ સારુ લખે છે.    બીજો એક વર્ગ એવો છે જે લખે  સારુ. પણ જોડણી ની એટલી ભૂલો કે આપણને થાય કે આમને અંગ્રેજી માધ્યમ માં એક ગુજરાતી વિષય હશે . હવે એમની ભૂલો શોધવાનો  એટલો રસ પડે કે આપણે ભૂલી જઈએ કે વાંચવા બેઠા હતા કે ભૂલો ગણવા. પણ ખરેખ્ર ગણતરીની એ મજા તો ખરેખરી !!!!

                          છેલ્લે વાત કરી લઉ એ મહાનુભાવ જેઓ જાણીતા છે , માનિતા છે. લોકોના ચહીતા છે. લોકોના ઘર ઘર સુધી પહોચી ચૂક્યા છે.  છતા નૅટ માં ફસાયા છે.  શામાટે ?  એમને જરુર નથી આ બધી સસ્તી લોકપ્રિયતાની . એમને લોકો જાણે એ પણ તમન્ના ન હોય છતાં એ લોકો બ્લોગ બનાવે છે.  કદાચ એમને પા્છળ રહી જવાનો ડર છે .  અથવાતો એમને જે કંઇ પણ મળ્યું છે તેનો સંતોશ થયો નથી. જે મળ્યુ તેનાથી વધારે મળી શકે એવુ એ માનતા હોય.  યા તો કોઈ અદ્રશ્ય ડર સતાવતો હોય તો જ બને.  જે હોય તે નૅટ પર સારૂ વાંચનારા હોય તેને માટે તેમનું યોગદાન છે , તેમ માની લઈએ. કદાચ તે લોકો પણ એઅમજ માને છે.  એ લોકોનુ કહેવુ છે કે સારુ સાહિત્ય સમઝનારા પડ્યાં છે . તેમને માટે બ્લોગ છે.

                        હવે વાત કરીએ જેનો પોતનો કોઈ બ્લોગ નથી તે શું કરે ? બ્લોગ બનાવે ? ના !! ના!!  એ લોકો છે તો  પ્રતિભાવોના રાજા છે. સારૂ હોય કે ન હોય પ્રતિભાવ જરુર આપશે. મિત્ર હશે તો લાંબું લખશે.  પોતાને વાકુ પડે તેવુ લાગે તો લખનારની ધૂળ કાઢી નાખે.  લેખકને લખવાનું બંધ કરવાની સલાહ પણ આપી દે. આપણે કહીએ તમે વાચવાનું બંધ કરો જો ન પોસાયતો તો તરતજ લખશે કે તમે મેને કહેનારા કોણ. હવે બધુ જ કહેનારો પોતે જ હોય , એ ભૂલી જાય.  થોડા લોકો એવા પણ હોય કે,

સમજણ પડેતો ઠીક નપડે તો ” સરસ વાર્તા “”સરસ કવિતા” વગેર વગેરે લખશે. ઘણાં તો પ્રતિભાવ આપતા આપતા રચના ના સંબંધમાં કહેવાનું ભૂલી જાય ને ગાડી બીજા પાટા પર મૂકી આવે.  કેટલાક વળી પોતાનો બ્લોગ હોય તો નીચે તેનીયે પ્રશંસા કરી આવે. આપણને થાય કે આતો પ્રતિભાવ આપેછે કે પોતાના બ્લોગ પર  આવાવા માટે આમંત્રણ આપે છે.  ઘણી સાઇટ પર એવુ એ જોયુ છે કે પ્રતિભાવ આપનારા બ્લોગ ઉપર પત્ર વ્યવહાર કરવા લાગે.  અરે જે રચના છે એના ઉપર લખને મારાભાઈ !!!! પણ આતો કોઈના પ્રતિભાવ પર પાછો નાખુશ થાય સહમત થાય. વાંચતાં વાંચતાં આપણને દસ વખત થાય   વાહ  !!!!  મારો   દેશ મહાન છે. શું રત્ન મળ્યા છે.

મિત્રો આતો માત્ર નાનક્ડી સચ્ચાઇ નું દર્શન કરાવ્યું છે. આપણે બધા આની અંદર ક્યાંકને ક્યાંક  ફીટ થઈ એ છીએ. કોઈ કોરૂ ન હોય. ન તમે ન હું .

છતાં મારો ઉદ્દેશ માત્ર લોકો સારુ વાંચે અને પોતનો કિંમતી સમય નો સદ ઉપયોગ કરે એજ છે.

આવજો ત્યારે બીજા ટહુકાની રાહ જોજો.

——————————————–

શબ્દ-ટહૂકો