Shabda-tahuko

મારા શબ્દોનો મીઠો ટહુકો

તમારી જનમાષ્ટમી સપ્ટેમ્બર 2, 2010

Filed under: અંતર મનની વાતો,Uncategorized — shabdatahuko @ 1:24 પી એમ(pm)

મિત્રો જનમાષ્ટમી સૌને મુબારક.

આજે શું યાદ કરીશું  ? માત્ર મટકી અને માખણ ? કે પછી પીળા પીતંબર વાળા વાસુદેવ.

ભગવાને અર્જુનને શું બોધ આપેલો એ યાદ કરશો ખરા?   ઉપવાસ કરીને સારા સારા ભોજન આરોગતા ક્યારેય દ્યાન આવે છે કે ભગવાને આપણને કર્મની થીયરી આપેલી છે.  મોક્ષનો રસ્તો ચીન્દ્યો છે .  ભગવાનને યાદ કરો કે અધ્યાત્મની ટોચની વાતો આપી છે ,  યુધ્ધ કરવા છતાં અર્જુન ને મોક્ષ પ્રાપ્ત થયો. શામાટે અર્જૂન સિવાય બીજા કોઈને ગીતા બોધ ન મળ્યો ?

જો આ પ્રકારે વિચાર આવે તો જન્માષ્ટમી માં ભગવાનને પૂર્ણ રુપે યાદ કર્યા તેમ કહેવાય. બાકી ખાઈ પી ને ઈશ્વર  ભક્તિ કેવી હોય તે તમે જાણો છો. એ પણ સારું છે . બાકી જન્માષ્ટમીને નામે જુગાર રમતા લોકો નું મોટૂ ટોળું પણ છે . અને તત્વજ્ઞાનને સમજનારા પણ છે. 

તમે તમારી ભક્તિ ને જાણો છો . કારણ તમારું   અંતર મન માત્ર તમે જ જાણો છો . તમારા મનના રજકણો તમારાથી ક્યાં અજાણ્યાં છે ?

 

Advertisements
 

હિમ્મત રાખો સપ્ટેમ્બર 1, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 4:26 પી એમ(pm)

દરેક કાર્ય ને પાર પાડવાં  હિમ્મતની જરુર છે. ઢીલા પડશો તો ચગદાઇ જશો. બીજા તમને મદદ કરશે અને હૂંફ આપશે એવી રાહ જોશો તો કામ બગડી જશે. પરિણામ ક્યારેય બરાબર નહિ મળે. પોતાની હિમ્મતથી લીધેલ નિર્ણય કદાચ ખોટો પણ સાબિત થાય તો પણ બીજા પ્રસંગ માટે વધારે હિમ્મતથી સામનો કરવાની શક્તિ આવશે એ ચોક્કશ છે. હિમ્મતવાન થી બધા ડરે. ડરનારને દુનિયા વધારે ડરાવે એ નિયમ છે.

 

સુખની ચાવી ઓગસ્ટ 31, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 7:50 એ એમ (am)

સંતોષથી કોઈ મોટું સુખ નથી. વધારાની લાલચમાં પડશો તો સુખ હજારો માઈલ દૂર જશે.

તમારા નસીબમાં હશે તો ક્યાંય જવાનું નથી. મહેનત અને પ્રયન્ત  કર્યા કરો એ ચૂકશો નહી . અને ધાર્યા કરતા બમણું મળે તો નિરાતે ઉપયોગ કરો .પણ જે મળે છે  તેનાથી વધારે મળે તો સારું એ લાલચ કરશો તો સુખ નહી મળે. અને સંતોષી થશો તો આપોઆપ વધારે મળશે .

એટલે સંતોષ એ સુખની ચાવી છે. 

 

તમે શું છો ? ઓગસ્ટ 30, 2010

Filed under: અંતર મનની વાતો — shabdatahuko @ 7:14 એ એમ (am)

તમારી પાસે ઘણું બધું છે.બસ ઓળખવાની જરુર છે.

જે કંઈ પણ છે તે ને પ્રકાશમાં લાવવાની જરુર છે. બીજાને આશરે રહેશો તો ચૂકી જશો. અને પોતાને ઓળખશો તો જીતી જશો.  કારણ તમને તમારી પૂરી જાણકારી છે. માટે ચૂકશો નહી .

 

“Peepli Live ” ઓછા બજેટનું અનોખું ફિલ્મ ૮૦% ગમે ,૨૦% ન ગમે તેવું “ ઓગસ્ટ 16, 2010

Filed under: ફિલ્મ — shabdatahuko @ 10:46 એ એમ (am)

આમીરખાન ને ધન્યવાદ ફરી નવા સબ્જેક્ટ સાથે  નવા કલાકારો સાથે ફિલ્મ બનાવવાની કોષિષ કરી છે. આજકાલ બનતી દરેક ફિલ્મ માં સતત દર્શાવાતા પરદેશની ચમક દમક થી વિપરિત દેશના નાનકડા ગામડાંને લોકો સમક્ષ લાવીને ફિલ્મ બનાવવાની  સૂક્ષ્મતા ખરેખર વખાણવા લાયક છે.  દેશવાસીઓના માનસને બરાબર પારખીને લોકોને સિનેમાઘર તરફ વિવેકથી આમંત્રી શકયા છે. 

નથા ના પાત્રની આજુબાજુ ઘૂમતી કથા ની શરુઆત રસપ્રદ રહી છે.  નથા અને બુધિયાનો નાનકડો વાર્તાલાપ ખુલ્લા ટેમ્પામાં બેઠેલા લોકો અને લટકતા લોકોની સાથે ટેમ્પાની બહારની બાજુ લટકતી ગામડા તરર્ફ આવતાં આવતાં રસ્તાની વચ્ચે જે રીતે પસાર થાય છે એકદમ સચોત દ્રશ્ય . ઘરમાં આવતા નથાની પત્ની અને બુધિયાની નથાની માતા નો જે શૂર નિકળે છે. જમીન ગિરવી છે અને

ગીરવી જમિનના હપ્તાન ભરી શકવાને કારણે જમીન જ્પ્ત થાય છે. જમીન પાછી મેળવવા કે પૈસા મેળવવા આત્માહત્યા કરવી અને તેપણ નથાને એવું નક્કિ થાય છે. વાત ફેલાય છે ટી.વી ચેનલને ખબર પડતા ચેનલો પોતાનો ધંધો જે શરુ કરે છે અને નેતાઓ જે રીતે પોતાના પત્તા ખેલે છે એ હુબહુ દર્શાવ્યુ છે.  ચેનલવાળા અને નેતાઓનૉ ભાગ દોડમાં નથાની હાલત જે થાય છે તે હાસ્ય રસ સાથે પીરસીને મજાકયા દ્રષ્યો પણ આપ્યા છે. માતાના દ્વારા નથાની પત્નીને કુલટા જેવી સામાન્ય ગાળો પણ આપી છે. નેતાઓને મોઢે ચીલાચાલુ ગંદા શબ્દો નો ઉપયોગ થયો છે પણ એ કથાને અનુસાર હોવાથી યોગ્ય છે. નથાનું બરાબર ધ્યાન રખાય છે પોલીસ સતત પહેરો આપે છે .ચેનવાળા કાયમની જેમ લોકોને નથા વિષે પૂછે છે.  નથાની ટટ્ટીને પણ મહ્ત્વ મળે છે. અંતમાં નથાને ઉપાડી જવાય છે. પછી એક ચેનલવાળાને જાણ થતાં બધો કાફ્લો નથા પાસે જાય છે અને  ગોટાળાની ભરમાર વચ્ચે નથો ભાગી જાય છે. ગોળિબાર અને આગજની વચ્ચે એક પત્રકારનું મોત થાય છે .અને તેને નથો માનાય છે.  આત્મહત્યાન ન ગણાતા પૈસા મળતા નથી .આ બાજુ નથો ભાગીને નવા ઉંચ્ચા બંધાતા માકાન માં  શહેરમાં મજુરી કરે છે. 

કથા સારી છે.ખેડૂતનું જીવન અને સમસ્યાને દેખાડવાની કોષિષ કરી છે. રધુવીર યાદવ ની એકટીંગ દાદ આપે તેવી છે.નથાના રોલમાં ઓમકારદાસ મનેકપૂરીના સુન્દર હાવભાવ છે. બોલ્યા વિના તેનીપીડા બરાબર દર્શાવી છે.   નથાની પત્ની ધનિયા ઓ રોલ કરનાર શાલિનિ વસ્તાનો અભિનય લાજ્વાબ છે. શાલિનિનએ શોર્ટ ટેમ્પર પત્નીનો રોલ જબરજ્સ્ત કર્યો અને લોકોના દિલમાં સ્થાન મેળવશે એ ૧૦૦%  પાક્કી વાત છે.ગામડાંને બરાબર ખુલ્લુ કર્યું છે. ટી.વી ચેલનના રિપોર્ટરો શીનોય અને વિશાલ શર્માએ સારુ કામ કર્યું છે.

ટૂકમાં ફિલ્મ જોવી ગમે તેવી છે.  પરંતું ખેડૂતની સમસ્યા કરતાં ચેનલોનીઅને નેતાઓની સચ્ચાઈ વધારે પડતી છે. ખેડૂતની આત્મહત્યાના એલાનને હાસ્ય સાથે વણીને ખેડૂતને નાસીપાસ ક્ર્યો હોય એવું લાગે છે. મૂળ સમસ્યાને ગંભીર બનાવવા આમીર ચુકી ગયા છે.  ખેડૂતો જે રોજરોજ આત્મહત્યા કરે છે તેની જાણકારી દરેકને હોવાથી દરેક એ સમસ્યાના ઉકેલની કોઈ વાત પર ફિલ્મ જોવા ગયો હોય .તેને જો પૂર્ણ પણે સમાધાન કરી શકાયું હોત તો ૧૦૦% ફિલ્મને ફાળે જઈ શકત.

છતાં ઓછા બજેટની ફિલ્મ આપણાં બોલીવૂડ્માં મોખરાનું  સ્થાન મેળવે તે ખુશીની વાત છે. ચિલાચાલુ પ્રેમકથાથી જો કંટાળ્યા હો તો જરુર” પીપલી લાઈવ”  જોવા જજો.  આપણા જેવા  સામાન્ય માણસને પોતાની અંદર જીવતો વ્યક્તિ ક્યાંકને ક્યાંક મળી આવશે. અને એજ તમને ફિલ્મ જોતા જોતાં આનંદ આપશે. બહુજ ઓછી ફિલ્મો આપને ત્યાં આ પ્રકારની બને છે . જોવા લાયક ફિલ્મ સિનેમાઘરમાં જેવાની માજા આવે.

એકંદરે ઉત્ત્મ કક્ષાની ફિલ્મ. આમીરને સલામ.

અનુસા રિઝવીને સ્ટોરી લખવા સાથે દિગદર્શન માટે ખૂબ ખૂબ ધન્યવાદ.

આમીર ખરેખર માનને પાત્ર છે , જે હંમેશા નવા લોકોને ચાન્સ આપે છે .

——————————————————————————————————————————–

પ્રતિભાવ આપશો તો ગમશે.

 

તમે કેટલું ગુમાવ્યું છે ? મે 12, 2010

ક્રિક્ર્ટ એટલે આપણાં દેશમાં મોટી જંગ. દેશવાસી આ રમત ને નામે ફના થઈ જવા તૈયાર. જો ક્રિકેટ અને બોલી વૂડ આપણાં દેશમાં ન હોય તો ખબર નથી લોકો શું કરતા હોત . હમણા આઇ.પી.એલ નો વ્યાપાર પત્યો.   હવે ૨૦/૨૦ નો વારો.    કેવડો મોટો બિઝનેસ.   મોટી મોટી કંપની ઓ ,ક્રિકેટ ક્લબ ,અને ખેલાડીઓ સરસ મજાની અનરાધાર કમાણી કરે.  લાખો નહી કરોડો અબજો માં કમાણી ખુલ્લે આમ ખબર પડે . એ કંઈ ખોટુ નથી . જે લોકોને આ અવસર મળે શામાટે ન લે.   ફિલ્મમાં કામ કરતા લોકો જે રીતે આવક કરે છે આપણે જાણીએ છીએ. ખેલાડી  ને પણ હક્ક છે.  આપણે નોકરી ધંધો કરી એ એ પ્રમાણે એ લોકો રમત રમે.

પણ તેથી આપણે શું કરી એ છીએ એતો ખબર હોવી જોઇએ . આપણે શું ગમાવીએ છીએ એ જાણતાં નથી  ચાલો જોઇએ કોણે શું ગુમાવ્યું

૧) આપણો કીમતી સમય.   આપણે ધારેલા દરેક કાર્યને આપણે પડતા મૂકીએ છીએ  કારણ મેચ જોવા માં ટાઈમ ફાળવેલો છે.

૨) આપણા  અમુક કામો જેવાકે બેંક ના , શેરબજાર ના બધાને પછી કરીશુ માની અને બાકી રાખીએ છીએ .  પરિણામે આપણે હસ્તે મોઢે ખોટ ખાઈ લઈએ છીએ. 

૩)  ઘરનાં કોઈ કામ માટે આપણે મળવા મુશ્કેલ થઈ જતા ,ઘરડાં માબાપ પત્ની કે બાળકોને તો સાવ ભૂલીને ધોનીમય બની જઈએ છીએ.

સમાચાર પત્રથી માંડીને ટેલિવિઝનના માત્ર આપણે જ માલીક તેથી આપણાં કારણે લગભગ બધી જ વ્યક્તિ ચીડાયેલ રહે છે.

૪)ઓફિસમાં કે ધંધામાં રજાઓ પાડી ને આપણે બહાદુરી થી નુકશાની ગળે વળગાડી એ છીએ. પણ બાબાની કે બાની કંઈ માગણી હોય ત્યારે મંદી ને બતાડ બતાડ કરીએ.

૫) સતત ઊંચા જીવે મેચ જોતાં જોતાં બ્લડપ્રેસરને આમંત્રણ આપીએ છીએ.

૬)ઘરમાં કોઈ બહાર ગામ જવાનું હોય તો ભાઈની ઊંઘ બગડે તેથી બપોરે જવાનુ ગોઠવે . પણ મેચ હોયતો કૂકડાને પોતે જગાડે.    ફોન કરી  પાછો મિત્રને પણ જગાડે.

૭)ઘરમાં કરકસર કરો એ બ્યૂગલ રોજ બજાવે પણ પોતે ક્રિકેટની શરત મારવામાં બાકી ન રાખે.

૮) ભણતો વિધ્યાર્થિ હોય તે તો ચોક્કસ પોતાનું ભણતર બગાડે .  પછી વર્ષો સુધી રડ્યાં કરે.

૯)આજ કાલ બહેનો પણ મેચમાં રસ ધરાવે છે.  સિરિયલોથી તો ઘણૂ બગાડે છે પાછી ક્રિકેટ પણ આરામ થી જુએ છે.  બીજા કામ કેટલા સરખા થતા હશે એ તો એ જ જાણે.

૧૦) આપણે તો આપણું બાગાડીએ નાના બાળકોને પણ રસ્તો બતાડતા જઈએ.

૧૧) સમય બગડે શરીર તો બગડે જ .સાથે મન પણ બગાડીએ .પેલો સારુ રમે પેલાને ટીમમાં ખોટો લીધો. સિલેકશન કમિટી સુધી બધાને સંભળાવી દઇએ.

હવે માલામાલ બીજા થાય એમાં આપણું શું વળ્યું ?

એ લોકોતો હારે તો પણ કમાણી કરે .અને આપણે બધી બાજુથી નુકશાની વહોરી એ.

એટ્લે કહેવાનુ એટલુંકે ધ્યાનમાંતો હોવું જોઇએકે આપણું શું બગડૅ છે.  રજાના દિવસે મેચ જુઓ પોતાનો અમૂલ્ય સમય પોતાને માટે વાપરો .બીજાને માટે નહી.   આજના ઝડપી યુગમાં એટલી હરીફાઇ છે કે ચૂકી જનાર માટે વ્યથા છે  ને પામી જનાર માટે વાહવાહી. તમે વિચારો તો ખરા હમણાં તો તમે બાળક હતા ,હવે યુવાન થયા ને જલ્દી બુઢા થશો .તમને નથી લાગતું સમય ફાસ્ટ ટ્રેઈન ની જેમ ભાગે  છે. તમારા સ્ટેશનો કેટલા ગયા તમે જાણો છો ?  હવે જે  સ્ટેશન બાકી છે  તે ન ચૂક શો.  ગુમાવ્યુ તે ભૂલી જજો જે મેળવવું છે  ત્યાં નજર ચોક્કશ કરજો.

મારા ટહુકા થી દુઃખી ન થશો.   મારી ફરજ ચેતવણી આપવાની છે. બાકી તમે જ તમારા હિતેચ્છુ રહેશો એમાં કોઈ શંકા નથી.

 

લગ્ન કરવાં ઈચ્છતા છોકરાઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો માર્ચ 15, 2010

Filed under: સમજાય તેવી વાત — shabdatahuko @ 3:10 પી એમ(pm)

મિત્રો કંઈક નવું કહેવાની ઈચ્છા રાખીને આ બ્લોગ બનાવેલ છે. લોકોને ઉપયોગી થાય અને કંઈક વિચારતાં  થાય .વાંચતાં વાંચતાં લાગે કે મારી જ વાત છે. તો મારું લખેલું

સફળ.

દરેક નવયુવાન  લગ્ન માટે થનગન તો હોય છે. લગ્નની ઉંમર થતાં સુધીમાં કંઈ કેટલીયે વાર લગ્નના સ્વપ્નાઓમાં તણાય ગયો  હોય છે.  લગ્ન કરવાં છે   એટલું જ એ જાણે બાકી બીજી વાતો તરફ એણે ડોકિયું કર્યું નથી. આપણે એમજ કહેતા હોઈએ છીએ કે છોકરીઓ એ ખ્યાલ રાખવો પડે. કારણ તેને બીજા ઘેર જવાનું. તો શું છોકરાને લીલા લહેર ?

ના એવું નથી.ચાલો થોડી વાતો કરી એ છોકરાએ શું ધ્યાન રાખવું .

૧) લગ્ન કરવાં છે ? જો હા !!! તો તમારી પોતાની મરજી હોવી જોઈએ. ઘરનાની નહી . ઘરના તો તમને શૂળીએ લટકાવવા ઊભા જ છે.  ઉદાહરણ ” તમે બરાબર નોકરીમાં સેટ નથી ને ઘરના પાછળ પડે તો છટકી જજો. “રાઈના પહાડ પર બેસી જશો તો પછી હેરાન તો તમારે થવું પડશે.

૨)લગ્ન પહેલા લગ્ન માટે જે જે કલ્પનાઓ બાંધી  હોય તેનો છેદ ઉડાડો. ઉદાહરણ “ફિલ્મની હિરોઈન અને સિરિયલની ગોરી ઓ માટે જે ખ્વાબ રચ્યા હોય ત્યાં ચોકડી મારો.” સ્વપ્નામાં બેસ્ટ્માં બેસ્ટ મેળવી લો છો અને હ્કિકત સામે આવતા ડિપ્રેશન ને ગળે વળગાડો છો.

૩)દરેક યુવાન ને ખૂબસુરત અને મોર્ડન પત્ની ગમે .સાથે નોકરી પણ કરતી હોય તેવું ઈચ્છે. નોકરી કરે એ ખોટું નથી કારણ એમના બાળકો ને સારી સ્કૂલમાં મૂકવા બંને લગ્ન પહેલા જ નકકી કરે પાછા. પણ ઘર નું વાતાવરણ ના તપાસે. બાપા એ ભાભીને નોકરી ની ના પાડી હોય ,અને ભાઈ સ્વપ્ના બુને બીબી ની નોકરીના. પછી જોરુ કા ગુલામ નું લેબલ લઈને ફરે. એટલે ઘરનું વાતાવરણ તપાસ જો રાતોરાત ઘરમાં ફેરફાર નહીં થાય. બંને તરફી સંભાળતાં સંભાળતાં તમારો દમ નીકળી જશે.

૪)છોકરી શોધો ત્યારે મિત્રો ની સલાહ ક્યારેય ન લે શો. મિત્ર ના મેતવ્યથી ચાલ શો તો જીવન કેમ કરીને આગળ ચલાવશો ?

તમે જાણતાં નથી મિત્ર પોતાની પત્ની ની સલાહથી ચાલતા હોય છે.

૫)પોતની જાતને મહત્વ આપશો.પોતાને ક્યારેય સામાન્ય ગણવાની ભૂલ ન કરશો. દરેક પાસે કંઈક એવૂં હોય જ છે, જે અમૂલ્ય હોય. પણ આપણને ખબર નથી હોતી.

૬)કોઇની સાથે સરખામણીમાં ન પડશો .આગળ જે પણ છોકરી જોઈ હોય તેની સરખામણી માં ક્યારેય ન પડશો.

૭)જીવન પાસે મોટી આશાઓ ન રાખશો. નાની નાની આશા અને અપેક્ષા રાખશો તો ફળશે અને જીવન ને ધબકતું રાખશે.

૮)પુરુષો હંમેશા જન્મથી જ સરલ સ્વભાવના હોય છે. સ્ત્રીઓ  સમય જોઇને ધીમે ધીમે ચકાસીને સામા પાત્ર સાથે વર્તે છે. તેલ અને તેલની ધાર જોઇને દિલ ના પરદાઓ જરા જરા ખોલે છે. કારણ તેને ભય હોય છે. પુરુષો જરા ઉતાવળ થી ઘેલા થઈ જાય છે . એટલે જરા સાચવશો.પ્રામણિક રહેજો,પણ ઉલ્લુ ન બનશો.પોતાની કિતાબને જરા ધીરે ધીરે ખોલશો.

૯)છોકરી જોવા જઈએ ત્યારે બીજા છોકરી ના સગા સંબંધી ઉપર ક્યારેય આફરિન ન થશો. કારણ એમને

છોકરી પરણાવવાની છે,વધારે પડતું દેખાડો કરે એ સ્વાભાવિક ગણવું

૧૦)છોકરીને પોતાની સાચી પરિસ્થિતિ કહી દેવી  . જો નહી કહો તો પરણ્યાં પછી ગોઠવણી કરી કરીને મરી જશો.

છોકરી છોકરા કરતાં તો ચાલાક જ હોય એ તમને એ મિનિટ માં પારખી જશે.

૧૧)ઘરમાં માબાપ ઉંમર લાયક હોય અને તમારી ભાભી કર્તા હર્તા હોય તો વાતે વાતે ભાભીના વખાણ તમે બંધ કરજો.

જો એમ નહી કરોતો લગ્ન પહેલાજ બરબાદી નોતરશો.

૧૨) જે ની સાથે સંબંધ બાંધવાનાં છો તે ખરેખર સારી હોય તો વખાણ અવશ્ય કરજો.

૧૩)છોકરી વાળા પાસે કંઈક મળશે એ આશા સાથે ક્યારેય સંબંધ ન કરવો. તમારી જીવંત ખુમારી પર કુહાડો માર્યા જેવું લાગશે.

અંતમાં એટલું જ કહીશ કે સમઝદારી થી નિર્ણય લેજો. ઉતાવળમાં લીધેલ નિર્ણય પસ્તાવા તરફ દોરી જાય છે. આ કોઈ વસ્તુ ખરીદિ નથી કે બદલી શકાય . જીવન છે. અને એક જીવન સાથે બીજા અનેક જીવન જોડાયેલા હોય છે એ ન ભૂલવું જોઈએ. પોતાનો સ્વતંત્ર નિર્ણય હોવો જોઈએ.પરણવા લાયક હો ,એટલે નોકરીતો કરતાં જ હો .એ જ દર્શાવે છે કે તમે મોટા થઈ ગયાં છો.એટલે દરેક જવાબદારી તમારા ખભા પર લેશો. વિચારીને સમજીને કોઈના દબાણ વિના લગ્ન મંડપમાં ઝંપલાવજો. કોઈપણ લગ્ન પ્રથા પરફેક્ટ ન હોય. પણ વિચારો આપણાં પોતાના અને સ્વતંત્ર હોવા જોઇએ.

અત્યારે બસ આટલું જ આગળ બીજી વાતો કરીશું .અમે ટહુકો કરવા તૈયાર છીએ જો તમે તૈયાર હો તો.

શબ્દ-ટહુકો